Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

મોરબી સિવીલ હોસ્પિટલમાં એનસીડી સેલના સ્ટાફને બે મહિનાથી ચડત પગાર નથી ચુકવાયો

મોરબી, તા.૮: જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં તંત્રના બેદરકારથી દર્દીઓ પરેશાની ભોગવતા હોય છે ત્યારે હવે બેજવાબદાર તંત્રની  જિલ્લા એનસીડી સેલમાં ફરજ બજાવતા ૧૫ કર્મચારીઓને બે માસથી પગાર થયો નથી જેથી કર્મચારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

મોરબી જિલ્લાના એનસીડી સેલમાં ફરજ બજાવતા વિવિધ વિભાગોના કર્મચારીઓને આખો માર્ચ મહિના બાદ મે મહિનો પણ વીતવા આવ્યો હોવા છતાં મોરબી જિલ્લા એનસીડીસેલમાં ફરજ બજાવતા ૧૫ જેટલા કર્મચારીઓ પગારથી વંચિત છે. હજુ ગ્રાન્ટ પણ જુન માસના એન્ડમાં આવવાની હોય ત્યારે કર્મચારીઓને ચાર માસ પગાર વિના જ કામ કરવાની નોબત આવશે. માર્ચ અને એપ્રિલ માસનો પગાર બાકી છે અને ગ્રાન્ટ જુનમાં આવે જેથી જુલાઈ માસમાં પગાર મળે જેથી કર્મચારીઓ પગાર વિના ઘર કેવી રીતે ચલાવે તેવી મુશ્કેલી સર્જાઈ છે અને કર્મચારીઓમાં રોષ અને ગુસ્સો ભભૂકી રહ્યો છે.

(11:41 am IST)