Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

હળવદના રાણેકપર ખાતે આદિવાસી સમાજની દિકરીને કન્યાદાન આપી પટેલ પરિવારે સમાજને નવો રાહ ચિંધ્યો

હળવદ, તા.૮: હાલ ના સમય માંઙ્ગ સમાજમાં નાતજાતના ભેદભાવો વધી રહ્યાં છે ત્યારે હળવદના રાણેકપર ગામે ખેતમજૂરી કરતાં અતિપછાતઙ્ગ બાળકીને દત્ત્।ક લઈને પટેલ દંપતી દ્વારા આજે રિતિરીવાજ પ્રમાણે કન્યાદાન આપી સમાજને નવો રાહ ચિંદ્યો હતો.

આજના જમાનામાં જયારે પોતાના પરિવાર માટે પણ સમય નથી હોતો ત્યારે હળવદના રાણેકપર ગામના પટેલ લાલાબાપાનાઙ્ગ પરીવારે લક્ષ્મી નામની આદિવાસી સમાજની દિકરીને દત્ત્।ક લીધી હતી આ દિકરી જયારે માત્ર ત્રણ વર્ષની હતી ત્યારે મોરબીના જાણીતા ઉદ્યોગપતિ અને હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન પટેલ રણછોડભાઈએ પોતાની વાડીમાં ખેતમજૂરી કરતાં અતિપછાત એવા આદિવાસી પરિવારની દિકરી દત્ત્।ક લઈને સમાજમાં નવો રાહ ચિદ્યો છે.રાણેકપર ગામે વર્ષોથી આદિવાસી પરિવાર લાલજી બાપાની વાડીએ ખેતમજૂરી કરી રહ્યોં છે જેમાં મા બાપ વગરની દિકરી લક્ષ્મી મામા ભગવાનભાઈના ત્યાં જ ઉછરી રહી હતી જયારે રણછોડભાઈને ધ્યાને આવતા દિકરી લક્ષ્મીને દત્ત્।ક લઈને માતપિતાની છત્રછાયા આપી હતી.અતિપછાત સમાજની દિકરી લક્ષ્મીને ભણાવી ગણાવી અને પોતાની જ દિકરીને જેમ સાચવી આજે તેના સમાજમા ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા.હળવદના રાણેકપર ખાતે આજે યોજાયેલા લગ્નમાં દિકરીના વિદાય પ્રસંગે પાલક માતા પિતા તેમજ દિકરી ચોધાર આશુએ રડી પડ્યાં હતા આજે અખાત્રીજના પાવન અવસરે શુભ ચોદ્યડિયામા અમદાવાદથી જાન રાણેકપર આવી પહોંચી હતી રાણેકપર ગામે આજે યોજાયેલા અનોખા લગ્નમાં ગામલોકો મોટીસંખ્યામાં હાજર રહ્યા હતા અને નવદંપતિને આશીર્વાદ આપ્યાં હતાં.

(11:41 am IST)