Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ગારીયાધાર ગ્રામ્ય વિસ્તારમાંથી દેવીપૂજક શખ્સ ૯ ચોરાઉ મોટર સાયકલ પીકઅપ ટેમ્પા સાથે ઝડપાયો

ભાવનગર તા.૮: એલ.સી.બી. સ્ટાફના માણસો ગારીયાધાર ગ્રામ્ય વિસ્તાનરમાં શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન હેડકોન્સ જીતેન્દ્રસિંહ ઝાલા તથા રાજપાલસિંહ સરવૈયાને સયુકત હકિકત મળેલ કે, બેલા રોડ મફતનગરમાં રહેતા જીતુ ઉર્ફે ભતીયો પોતાના જુના ઘરે ચોરાઉ વાહનોને કબાડી બજારમાં વેચવા જવાની તૈયારી કરે છે. જે હકિકત આધારે સદર જગ્યા ઉપર જઇ વેરફાઇ કરતા મજકુર ઇસમ હાજર મળી આવતા તુરતજ તેને પકડી તનું નામ સરનામું પુછતા જીતુ ઉર્ફે ભતીયો ભીમાભાઇ વાઘેલા દેવી પૂજક ઉ.વ.૨૨ રહે. બેલા રોડ નવાગામ ગારીયાધાર જી.ભાવનગર વાળાને પકડી તેની પાસેથી નિચે જણાવ્યા મુજબના વાહનો ૯(નવ) મો.સા. તથા એક પીકઅપ ટેમ્પો મળી કુલ કિ.રૂ.૩,૭૫,૦૦૦નો મુદામાલ સીઆરપીસી ૧૦૨ મુજબ શકપડતી મિલકત ગણી કબ્જે કરેલ અને આગળની કાર્યવાહી માટે ગારીયાધાર પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. સ્ટાફના પરાક્રમસિંહ ગોહિલ, જીતેન્દ્રસિંહ ઝાલા, રાજપાલસિહં સરવૈયા, શકિતસિહ ગોહિલ વિગેરે સ્ટાફના જોડાયા હતા.

(11:37 am IST)