Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

તળાજાના કેરાળા ગામે પત્નીની છેડતી કરી તલવાર વડે હુમલો

ભાવનગર, તા.૮: તળાજા તાલુકાના કેરાળા ગામે મહિલાની છેડતી કરનાર ઇસમે પરિવાર સાથે સંપ કરી તલવાર વડે હુમલો કરતા બે મહિલા સહિત ચાર વ્યકિતને ઇજાઓ થતા  તળાજા ખસેડવામાં આવેલ.

 વિગતો અનુસાર દાઠા પોલીસ મથકના કેરાળા ગામે સાંજના સમયે મારામારીના બનાવમાં સવજી વેલાભાઈ બાભણીયા, સંદીપ બાંભણીયા,જાગૃબેન સંદીપભાઈ, તથા જાગૃતિબેન નરવણભાઈ રે.જાગધાર પર ગામના ગોરધન જેમાંભાઈ, જેમાં સોમત સહિતના સખશોએ એકસમ્પ કરી તલવાર સહિતના ઘા મારેલ હતા.

જેમાં સંદીપને માથાના ભાગે ઇજા થવા પામી હતી. ઇજા ગ્રસ્ત સવજીભાઈ એ જણાવ્યું હતુંકે દીકરાના વહુની છેડતી કરવા આવેલ ગોરધનને ઠપકો દેવા ગયેલ તે બાબતે બોલાચાલી કરી હુમલો કરવામાં આવેલ.

ચારેય ઇજાગ્રસ્તને તળાજા ૧૦૮ દ્વારા તળાજા સારવાર માટે ખસેડવામાં આવેલ છે.

(11:36 am IST)