Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

જસદણને ૧૯૯પના વર્ષમાં પાલિકાનો દરજ્જો મળ્યા બાદ પાણી હોવા છતા દરરોજ પાણી મળતુ નથી

જસદણ તા.૮ : જસદણમાં પાણી પુરવઠા બોર્ડ અને નગરપાલિકાના સંકલનના અભાવે પાણી ભડકે બળે એવા સંજોગોનું નિમાર્ણ થયું છે એમ પૂર્વ નગરસેવક અને સામાજિક કાર્યકર વિનુભાઇ લોદરીયાએ જણાવ્યું હતું તેમણે જણાવ્યું છે કે જસદણને ૧૯૯પ ની સાલમાં પાલિકાનો દરજ્જો મળ્યો ત્યારબાદ આટલા વર્ષોમાં નાગરિકોને પાણી હોવા છતા કયારેય દરરોજ પાણી આપ્યું નથી અને નાગરિકો પાસેથી બારેમાસનો પાણી વેરો વસુલ કરવામાં પાલીકા મોખરે રહ્યું છે

વર્ષમાં સરેરાશ નાગરીકોને ૭પ થી ૧૦૦ દિવસ પાણી મળે છે. એમાય હમણા પાણીનો મુખ્ય સ્ત્રોત આલણસાગર તળાવ તળિયાઝાટક થઇ જતા મહી યોજના આધારિત બની જતા લોકોને એક મહીનામાં માત્ર ચાર દિવસે પાણી નશીબ થાય છે.

વિનુભાઇ લોદરીયાએ જણાવ્યું કે શહેરમાં પાલિકા પાસે સમ્પ ઓવરહેન્ડ ટેન્ક અને જરૂરી મશીનરી અબજો રૂપિયાની કિંમતના સાધનો છે ખાસ કરીને પાણીનો મુખ્યસ્ત્રોત આલણસાગર તળાવ છે પણ પાલિકાએ પાણી માટે કોઇ આગોતરૂ આયોજન કર્યુ ન હોવાથી શહેરમાં લોકોને આઠ દસ દિવસે પાણી મળે છે.

ત્યારે પાલિકા અને પાણી પુરવઠા બોર્ડ પોતાના કોન્ટ્રાકટરોને બીલ ચુકવવા માટે ના સમય ન વેડફી પ્રજા પાણી માટે દુઃખી થાય છે ત્યારે તેની માટે ખાસ સમય ફાળવી બંને સંકલન કરી લોકોને એકાંતરા પાણી આપે એવી માંગણી વિનુભાઇ લોદરીયાએ અંતમાં કરી છે.

(11:35 am IST)