Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

દુષ્કર્મની ફરિયાદનો ખાર રાખી વિસાવદર પંથકની યુવતિ પર ફરી નરાધમનો બળાત્કાર

ભેસાણ ખાતેથી અપહરણ કરી બાદ દુષ્કર્મ આચરી ગર્ભ પણ રાખી દીધો

જુનાગઢ, તા. ૮ : દુષ્કર્મની ફરીયાદનો ખાર રાખી વિસાવદર પંથકની યુવતિ પર ફરી નરાધમે અવાર નવાર બળાત્કાર ગુજારી ગર્ભ રાખી દીધો હોવાની ફરીયાદ ભોગ બનનારી યુવતિએ ગત રાત્રે ભેસાણ પોલીસમાં નોંધાવતા ચકચાર વ્યાપી ગઇ છે.

આ અંગેની વિગતો એવી છે કે, વિસાવદર પંથકની એક ર૩ વર્ષીય યુવતિએ અગાઉ વિસાવદરના હિમાંશુ મનસુખભાઇ વિઠલાણી વિરૂદ્ધ બળાત્કારની પોલીસ ફરીયાદ કરી હતી.

દરમ્યાનમાં યુવતિ તાજેતરમાં જૂનાગઢ જિલ્લાના ભેસાણ ખાતે તેની પિતરાઇ બહેન સાથે ખરીદી કરવા આવેલ ત્યારે હિમાંશુ વિઠ્ઠલાણી તેની બહેન અને રમજાન નામના શખ્સ સાથે કારમાં ધસી આવ્યા હતાં.

યુવતિ કંઇ સમજે કે વિચારે તે પહેલા રમજાને છરી બતાવી યુવતિને કારમાં બેસાડી ત્રણેય જણા તેણીને ઉઠાવી ગયા હતાં.

બાદમાં હિમાંશુ વિઠ્ઠલાણીએ યુવતિ ગોંધી રાખી અને તેણી ઉપર અવારનવાર દુષ્કર્મ આચરી બે માસનો ગર્ભ રાખી દીધો હતો.  આમ હિમાંશુએ તેના વિરૂદ્ધ થયેલી પોલીસ ફરીયાદનો ખાર રાખી ફરી બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દીધી હોવાની ફરીયાદ ગત રાત્રે યુવતિએ ફરીયાદ કરતા ભેસાણ પોલીસે હિમાંશુ તેમજ તેની બહેન અને રમજાન વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ એસસીએસટી સેલનો કાફલો ચલાવી રહ્યાો છે.

(11:32 am IST)