Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ઢસા સ્વામિનારાયણ ગુરૂકુળના સ્વામી ઉપર તસ્કરનો લોહીયાળ હુમલો

ચોરીના ઇરાદે આવેલા શખ્સોએ સ્વામી અક્ષરપ્રકાશદાસજી ઉપર તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકયા

તસ્વીરમાં ઇજાગ્રસ્ત સ્વામી તથા તેનો ફાઇલ ફોટો નજરે પડે છે.

 

ભાવનગર, તા. ૮ : બોટાદ જિલ્લાના ઢસા ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરૂકુળના સ્વામી પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. ઢસામાં આવેલા ગુરૂકુળના સ્વામી અક્ષરપ્રકાશ દાસજી પર હુમલો થયો હોવાની ઘટના દ્યટી છે. હુમલાના પગલે ઘાયલ થયેલા સ્વામીને ભાવનગર ખાતે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની વિગત એવી છે કે ગુરૂકુળમાં ચોરીના ઇરાદે ઘૂસેલા શખ્સોએ સ્વામી અક્ષરપ્રકાશ દાસજી પર તીક્ષ્ણ હથિયારોના દ્યાં ઝીંકી હુમલા કર્યો હતો. આ દ્યટનાના પગલે એસ.પી. અને ડી.વાય.એસ. પી સહીતનો પોલીસ કાફલો ગુરૂકુળ ખાતે પહોંચી ગયો હતો. ગત મોડી રાત્રે એકથી વધુ ચોર ગુરૂકુળમાં ઘૂસ્યા હતા.

ગુરૂકુળમાં ચોર ઘૂસવાના કારણે જાગી ગયેલા સ્વામી અક્ષરપ્રકાશ દાસજી સાથે તેમની અડથડામણ થઈ હતી. અથડામણ દરમિયાન તસ્કરોએ સ્વામીને તીક્ષ્ણ હથિયારના ચારથી પાંચ દ્યા ઝીંકી દીધા હતા જેના પગલે સ્વામી લોહી લુહાણ થઈ ગયા હતા.

હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા સ્વામી અક્ષરપ્રકાશદાસને ૧૦૮ મારફતે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આ દ્યટનાના પગલે નાસભાગ મચી જતા સ્થાનિકો ગુરૂકુળમાં આવી ગયા હતા અને ૧૦૮દ્ગચ જાણ કરી સ્વામી અક્ષરપ્રકાશને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ દ્યટના બાદ બોટાદ જિલ્લા પોલીસ વડા સહીતનો કાફલો ડોગ સ્કવોડ અને એફ.એસ. એલ સાથે ગુરૂકુળ ખાતે આવી પહોંચ્યો હતો અને બનાવની તપાસ હાથ ધરી હતી.

સ્વામી અક્ષર પ્રકાશદાસજીને ઇજાગ્રસ્ત હાલતમાં ભાવનગરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે બોટાદ અને ભાવનગરની પોલીસ ટીમે તપાસ હાથ ધરી છે.(૯.૩)

 

(11:31 am IST)