Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

સાયલાના મોટા ભડલાની સગીરાને ભગાડી જનાર પરેશ કોળી ઝડપાયોઃ મદદગારીમાં ભાઇ પ્રવિણ કોળીની પણ ધરપકડ

વઢવાણ તા. ૮ : સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી તથા ભોગ બનનારને તાત્કાલિક પકડી પાડવા અને સખત કાયદાકીય કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપવામાં આવેલ હતી.

લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા સી.પી.આઇ. પી.ડી.પરમાર તથા સ્ટાફનેઙ્ગ પોતાના બાતમીદારોથી બાતમી મળેલ કે, સાયલા તાલુકાના મોટા ભાડુકા ગામેથી ભાગેલ સગીર છોકરી તથા આરોપી ભાવનગર ખાતે માર્કેટ યાર્ડમાં કામ કરે છે, જે મળેલ માહિતી ટેકનીકલ સોર્સ આધારે વેરીફાઈ કરવામાં આવતા, આરોપી ભાવનગર હોવાની હકીકત મળતા, લીંબડી ડીવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા માર્ગદર્શન હેઠળ ચોટીલાના ઇન્ચાર્જ સી.પી.આઈ. પી.ડી.પરમાર તથા સ્ટાફના હે.કો. જુવાનસિંહ, ભગીરથસિંહ, અમરભા ગઢવી, સંગીતાબેન,ઙ્ગ સહિતના સ્ટાફની ટીમ દ્વારા મળેલ માહિતી આધારે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફની મદદથી આ ગુન્હાના આરોપી પરેશ જાદવભાઈ તલસાણીયા કોળી ઉવ. ૧૮ રહે. નાગડકા તા. સાયલાને ભાવનગર ખાતેથી માર્કેટ યાર્ડ ખાતેથી પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીની સાથે ભોગ બનનાર પણ ભાવનગર ખાતે ચિત્રા ફુલસર ખાતે રૃમ રાખીને રહેતી હોય, મળી આવતા, તેને પણ સાથે લાવવામાં આવેલ છે. આ આરોપીને સગીરાને ભગાડવામાં મદદ કરનાર અને ભાવનગર ખાતે રહેવાની વ્યવસ્થા કરનારઙ્ગ તથા સાચવનાર આરોપીના ભાઈ પ્રવીણ જાદવભાઇ તલસાણીયા કોળી ઉવ. ૨૦ રહે. નાગડકા તા. સાયલા જી. સુરેન્દ્રનગર ને પણ મદદગારી કરવા બદલ ધરપકડ કરવામાં આવેલ છે.

આરોપીઙ્ગ પરેશ જાદવભાઈ તલસાણીયા કોળીની પૂછપરછ કરવામાં આવતા, પોતાને ભોગ બનનાર સાથે પ્રેમ સંબંધ હોઈ, સગીર છોકરીની મરજીથી ભાગીને ભાવનગર ખાતે લાવેલ હોવાની કબૂલાત કરવામાં આવેલ છે. વધુમાં, પોતાના વતનમાંથી નાસી ગયા બાદ ભાવનગર ખાતે માર્કેટ યાર્ડમાં કામ કરી, ભોગ બનનારને સાથે જ રાખતા હોવાની હકીકત પણ પોલીસ પૂછપરછમાં કરેલ હતી. ચોટીલા સી.પી.આઈ. તથા સ્ટાફ દ્વારા આરોપીઓની મેડિકલ તપાસણી કરી, વધુ પૂછપરછ હાથ ધરેલ છે. વધુ તપાસ ઇન્ચાર્જ સી.પી.આઈ. પી.ડી.પરમાર તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

આમ, સુરેન્દ્રનગર પોલીસ દ્વારા સાયલા પોલીસ સ્ટેશન ખાતેના સગીર છોકરીના લગ્નની લાલચ આપીને કરવામાં આવેલા અપહરણના ગુન્હાના છેલ્લા ત્રણેક માસથી નાસતા ફરતા આરોપી અને ભોગ બનનારને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે.

(2:16 pm IST)