Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

બગસરા વિસ્તારમાં બનેલ બે લુંટના આરોપીઓ ઝડપાયા

અમરેલી તા. ૮ : ગઇ તા.૦ર/૦પ/૧૮ ના રોજ રાત્રિના સાડા આઠેક વાગ્યે હાલરીયા ગામે હરિગીરીબાપુના આશ્રમે રૂ.૧,૦૦,૦૦૦ની લુંટ થયેલ હોય તેમજ તોડ–ફોડનો બનાવ બનેલ હોય જે કામે ફરિયાદી જસુભાઇ બચુભાઇ વાળા, રહે.આંબરડી, તા.ધારી વાળાએ ફરિયાદ લખાવેલ કે, અગાઉના મનદુઃખના કારણે આરોપીઓ (૧) ભુપત જગુભાઇ વાળા (ર) પ્રતાપ જગુભાઇ વાળા (૩) શિવરાજ દિલુભાઇ વાળા, રહે.ત્રણેય સરંભડા, તા.જી.અમરેલી તથા (૪) ભુપતભાઇ, રહે.ભરડ, તા.ધારી વાળાઓએ પોતાને ગાળો આપી, છરી, કુહાડી અને કાચની બોટલ વડે પોતાની ઉપર હુમલો કરી પોતાના ગળામાં રહેલ સોનાની રૂદ્રાક્ષની માળા, આશરે ચાર તોલાની, કિં.રૂ.૧,૦૦,૦૦૦ લુંટ કરી તથા પોતાની ફોરવ્હીલ સ્વીફટ કાર તથા અન્ય મો.સા.માં કુહાડી, છરી, પાઇપ વડે તોડ ફોડ કરી નુકશાન કરી જાનથી મારી નાંખવાની ધમકી આપેલ હોવાની ફરિયાદ કરેલ. તેમજ ગઇ તા.૦ર/૦પ/૧૮ ના રોજ આજરોજ  બપોરના ચારેક વાગ્યે હાલરીયા ગામના પુલ પાસે લકઝરી બસમાંથી બે હજાર–પચ્ચીસો રૂપીયાની લુંટ થયેલ જે અંગે આજરોજ તા.૦પ/૦પ/૧૮ ના ફરિયાદી ભરતભાઇ ત્રિભુવનભાઇ બવાડીયા, રહે.સુરત, કામરેજ વાળાએ ફરિયાદ લખાવેલ કે, પોતે ટ્રાવેલ્સ નો ધંધો કરતા હોય પોતાની મારૂતિનંદન ટ્રાવેલ્સની બસ લઇને ભાડેર થી સુરત જતા હતાં તે વખતે હાલરીયા પુલ પાસે આવતાં (૧) રણજીત વાળા, રહે.સરંભડા તથા (ર) દિનેશ, રહે.હાલરીયા તથા બીજા બે અજાણ્યા માણસો મો.સા. લઇને આવેલ અને બસ ઉભી રખાવી બસ અહીંથી ચલાવવી હોય તો દરરોજ બે હજાર રૂપીયા આપવા પડશે તેમ કહી પોતાના ખીસામાંથી પેસેન્જરોના હિસાબના રૂ.બે હજાર - પચીસો લુંટી લીધેલ હોવાની ફરિયાદ કરેલ છે. 

તાજેતરમાં અમરેલી જીલ્લામાં બગસરા પો.સ્ટે. વિસ્તાઅરમાં આ પ્રકારના લુંટના ગુન્હોઓ બનવા પામેલ હોય આવા લુંટના ગુન્હાઓની વિગતોનો અભ્યાસ કરી અમરેલી જીલ્લાના ઇન્ચાંર્જ પોલીસ અધિક્ષક શ્રી.બી.એમ.દેસાઇ દ્વારા આવા બનાવો ઉપર અંકુશ લાવવા અને બનવા પામેલ લુંટના આરોપીઓ પકડી પાડવા માટે અમરેલી એલ.સી.બી. તેમજ એસ.ઓ.જી.ને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

સી.જે.ગોસ્વાસમી, પોલીસ ઇન્પેભ   કટર, એલ.સી.બી. અમરેલી અને શ્રી.આર.કે.કરમટા, પો.સબ ઇન્સ. એસ.ઓ.જી. અમરેલી પોત પોતાની ટીમ સાથે આરોપીઓ અંગે અમરેલી તાલુકા વિસ્તારરમાં તપાસ કરતાં હતાં તે દરમ્યાાન બાતમી રાહે હકીકત મળેલ કે તાજેતરમાં બગસરા પો.સ્ટેજ. વિસ્તાતરમાં લુંટના ગુન્હારઓ કરી નાસી જનાર આરોપીઓ ૩૮૮૪ નંબરના મો.સા. ઉપર વાંકીયા તરફથી ગાવડકા તરફ આવનાર છે તેવી ચોક્કસ બાતમી મળતાં ગાવડકાથી દેવરાજીયા તરફ જવાના રસ્તે આવતાં વાંકીયા ગામના પાટીયા પાસે વોચમાં ગોઠવતાં વાંકીયા તરફથી એક ડબલ સવારી વાળું મો.સા. આવતાં તેને રોકાવી ચેક કરતાં  મો.સા. રજી.નં. જી.જે.૦૧.ઇ.પી.૩૮૮૪ નું હોય મો.સા. ઉપર બેસેલ ઇસમો જેમાં (૧) શિવરાજ દિલુભાઇ વાળા, ઉં.વ.ર૮, ધંધો.ખેતી, રહે.સરંભડા, ચોરા પાસે, તા.જી.અમરેલી તથા (ર) રણજીત ભાભલુભાઇ વાળા, ઉં.વ.૩૯, ધંધો.ખેતી, રહે.સરંભડા, ચોરા પાસે, તા.જી.અમરેલી વાળાઓ હોય જે પૈકી (૧) શિવરાજ દિલુભાઇ વાળા, ઉં.વ.ર૮, ધંધો.ખેતી, રહે.સરંભડા, ચોરા પાસે, તા.જી.અમરેલી વાળો બગસરા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.ર૦/ર૦૧૮, ઇ.પી.કો. કલમ ૩૯૪, ૩૯૭, ૩ર૩, ૩ર૪, ૪ર૭, ૧૧૪ મુજબના ગુન્હાીના કામે ગુન્હોબ કર્યા બાદ નાસતો ફરતો હોય તેમજ (ર) રણજીત ભાભલુભાઇ વાળા, ઉં.વ.૩૯, ધંધો.ખેતી, રહે.સરંભડા, ચોરા પાસે, તા.જી.અમરેલી વાળો બગસરા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ર૧/ર૦૧૮, ઇ.પી.કો. કલમ ૩૯ર, પ૦૪, ૧૧૪ મુજબના ગુન્હારના કામે ગુન્હો  કર્યા બાદ નાસતો ફરતો હોય બંને ઇસમોને ધોરણસર અટક કરેલ. અને ગુન્હો૧ કરવા માટે ઉપયોગમાં લેવાયેલ મો.સા. રજી. નંબર જી.જે.૦૧.ઇ.પી.૩૮૮૪ નું કિં.રૂ.૩૦,૦૦૦નું ગણી તપાસ અર્થે કબજે લીધેલ છે. અને ધોરણસરની કાર્યવાહી કરી બંને આરોપીઓને બગસરા પોલીસ સ્ટેબશન હવાલે કરેલ છે.    

આ પકડાયેલ આરોપી રણજીત ભાભલુભાઇ વાળા, રહે.સરંભડા વાળો અગાઉ પણ અમરેલી જીલ્લાલની ઘણી બધી લુંટ તેમજ મારામારીના ગુન્હાઆઓમાં મહિનાઓ સુધી જીલ્લા જેલ અમરેલીમાં રહી હાલ થોડા સમય પહેલા જ જામીનમુકત થયેલ હોય અને આરોપીએ ફરિવાર લુંટનો ગુન્હો આચરતા તેના વિરૂઘ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.    

આ કામગીરી અમરેલી જીલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી.બી.એમ.દેસાઇની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સચ. શ્રી.સી.જે.ગોસ્વાીમી તથા અમરેલી એસ.ઓ.જી. પો.સબ ઇન્સ . શ્રી.આર.કે.કરમટા તથા એલ.સી.બી. સ્ટાફના ભરતબાપુ ગોસ્વામી, કે.સી.રેવર, મયુરભાઇ ગોહિલ, મનિષભાઇ જોષી, હરેશભાઇ બાયલ, જગદીશભાઇ પોપટ, ડ્રાઇવર રાજુભાઇ ચૌધરી અને એસ.ઓ.જી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

(1:13 pm IST)