Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

જસદણના માધવીપુર મંડળીના મંત્રી ચાર ખેડુતોના ૧૩ લાખ ચાઉ કરી ગયા

ધિરાણની રકમ મંડળી-બેંકમાં જમા ન કરાવીઃ પ્રવિણ સાવલીયા સામે ફરીયાદ

જસરણ, તા.૮: જસરણ તાલુકાના માધવીપુર ગામની સહકારી મંડળી મંત્રીએ રૂપિયા ૧૩ લાખ જેટલી રકમની ઉચાપત કરતા જસદાણ પંથકના સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચી જવા પામ્‍યો છે.

જસદણના ગોખલાણા રોડ ઉપર રહેતા માધવીપુર જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખ અશોકભાઇ ઉનડભાઇ ઘાઘલે જસદણ પોલીસ મથકમાં નોૅધાવેલી ફરિયાદ મુજબ માધવીપુર મંડળીના મંત્રી પ્રવિણભાઇ પ્રેમજીભાઇ સાવલીયાએ તા.૩૧-૧૨-૨૦૧૩ થી તા.૧૮-૯-૨૦૧૭ દરમિયાન લાલજીભાઇ કરશનભાઇ દુમાદીયા, રૂડાભાઇ નથુભાઇ ઝાપડીયા રણછોડભાઇ રૂડાભાઇ તેમજ હિરાબેન રામજીભાઇ જેઠવાની ધીરાણની જમા કરાવેલી રકમ  સામે આ ચારેય ખેડુતોને ખોટી પોહચ આપી આ રકમ મંડળીમાં તથા બેંકમાં જમા કરવી ન હતી. આ ચારેય ખેડુતોની મળીને કુલ રૂપિયા ૧૨,૯૬,૪૩૫ રૂપિયાની ૈઉચાપત કરી હતી.

 જસદણ પોલીસે આઇપીસી કલમ ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ સહિતની વિવિધ કલમોના આધારે ગુન્‍હો દાખલ કરી વધુ તપાસ જસદણ પોલીસના પીએસઆઇ જે.બી. અગ્રાવત ચલાવી રહ્યા છે. આ બનાવને પગલે જસદણ પંથકના સહકારી ક્ષેત્રમાં ચકચાર મચી જવા પામી છે.

(1:10 pm IST)