Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

સાયલાના સેજકપરમાં બે બાળલગ્ન અટકાવાયા

વઢવાણ તા. ૮ સાયલા તાલુકાના સેજકપર ગામે રહેતા પરિવારના ૧૮ વર્ષના પુત્ર અને ૧૬ વર્ષની પુત્રીના લગ્ન મુળી તાલુકાના રાણીપાટ ગામે રહેતા પરિવારના પુત્ર-પુત્રી સાથે સામ સામે નકકી થયા હતા.

આ અંગેની જાણ જિલ્લા બાળલગ્ન પ્રતિબંધ અધિકારી જે.એમ. મકવાણાને થઇ હતી. આથી બાળ સુરક્ષા એસ્મન અજયભાઇ મોટકા સહિતનાઓને સાથે રાખી અને પોલીસને સાથે રાખી સેજકપરના યુવક-યુવતીના વાલીને સમજાવી બાળલગ્ન ન કરવા જણાવી લગ્ન અટકાવ્યા હતા. જિલ્લા બાળલગ્ન અટકાવ્યા હતા આ અંગે જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી જે.એમ. મકવાણાએ જણાવ્યું હતું કે આવા લગ્ન માટે વર - કન્યાના પિતા ગોર મહારાજ લગ્નને પ્રાપક્ષ કે પરોક્ષ રીતે સમર્થન આપનારના બે વર્ષની સજા અને રૂપિયા ૧ લાખનો દંડ થઇ શકે છે.

(1:09 pm IST)