Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

જુનાગઢના વીમા સલાહકાર વૃધ્ધાને હનીટ્રેપમાં ફસાવવાની કોશિષઃ રૂ. ૩ લાખનો ચેક લખાવી લીધો

જુનાગઢ તા.૮: જુનાગઢ ના વીમા સલાહકાર વૃધ્ધને મહિલા સહિત છ શખ્સોએ વંથલી પાસે હનીટ્રેપમાં ફસાવી દેવાની કોશિષ કરી અને બળાત્કારના ગુનામાં ફીટ કરાવી દેવાની ધમકી આપી રૂ. ૩ લાખનો ચેક લખાવી લીધો હોવાનું બહાર આવેલ છે.

આ અંગેની વિગતો એવી છેકે, જુનાગઢમાં ઝાંઝરડા રોડ પર આવેલ ફોર્ચ્યુન એપાર્ટમેન્ટના બ્લોક નં. ૪૦૪માં રહેતા નિવૃત આચાર્ય કિશોરભાઇ રાધવભાઇ લાડાણી (ઉ.વ.૫૮) નામના પટેલ વૃધ્ધ એલઆઇસીના વીમા સલાહકારનું કામ કરે છે.

ગત તા. ૧ના રોજ તેમને અજાણી વ્યકિતએ વીમો ઉતારવાની લાલચ આપી વંથલી નજીકના કોયલી ગામની સીમમાં બોલાવેલ. આથી કિશોરભાઇ લાડાણી વીમાની લાલચે કોયલી ખાતે પહોંચ્યા હતા. જયા હાજર બાલોટ ગામનો રામ અરજણ મકવાણા નામનો શખ્સ કિશોરભાઇને એક અજાણી વાડીએ લઇ ગયો હતો અને એક અજાણી મહિલા સાથે શરીર સંબંધ બાંધવાનુ કહી અને માર માર્યો.

તેમજ એક શખ્સે રિવોલ્વર જેવું હથિયાર બતાવીને વૃધ્ધ વીમા સલાહકારને બળાત્કારના ગુનામાં ફીટ કરાવી દેવાની ધમકી આપી વાડીના મકાનમાં ગોંધી રાખ્યા હતા.

જેમાં મહિલા સહિતના છ શખ્સોએ કિશોર લાડાણી પાસે રૂ. પાંચ લાખ પડાવી કોશિષ કરી હતી અને બાદમાં રૂ. ૩ લાખની રકમનો ચેક લખાવી લીધો હતો.

આ પછી તા બેના રોજ બપોરના આ વૃધ્ધનો છુટકારો થયો હતો આ અંગે ગઇકાલે કિશોર લાડાણીએ ફરીયાદ કરતા વંથલીના પી.એસ.આઇ. બી.એસ. જાડેજાએ તપાસ હાથ ધરી છે.

(12:16 pm IST)