Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

જામનગરની જી.જી હોસપીટલ કોરોના પોઝિટિવ દર્દીઓથી ઉભરાઈ

ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં જામનગર ઉપરાંત રાજકોટ મોરબી જૂનાગઢ પોરબંદર સહિતનાં સૌરાષ્ટ્રભરના જિલ્લાઓમાંથી કોરોના પોઝિટિવ દર્દીઓનો વધારો

જામનગર જિલ્લામાં કોરોનાની પોઝિશન ખૂબ જ વકરી રહી છે ત્યારે શહેરની મુખ્ય ગણાતી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ માં જામનગર ઉપરાંત રાજકોટ મોરબી જૂનાગઢ પોરબંદર સહિતનાં સૌરાષ્ટ્રભરના જિલ્લાઓમાંથી કોરોના પોઝિટિવ દર્દીઓનો વધારો જામનગરમાં આવી રહ્યો છે જેને કારણે જામનગરની જી.જી હોસપીટલ કોરોના પોઝિટિવ દર્દીઓથી ઉભરાઈ છે. Covid વિભાગના નોડલ ઓફિસર ડો. એસ.એસ. ચેટરજી, મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. નંદિની દેસાઈ અને ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. દિપક તિવારીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, જામનગર જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ કોરોના ની સ્થિતિ વધુ ઘાતક બની રહી છે હવે યુવાનોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને ઓક્સિજન લેવલ ઘટવાની સૌથી વધુ દર્દીઓમાં જોવા મળે છે. અન્ય જિલ્લામાંથી આવતા દર્દીઓના સંદર્ભે વાત કરતાં જણાવ્યું હતું કે દર્દીઓની સ્થિતિ ખૂબ જ ગંભીર હોય છે મોટાભાગના દર્દીઓને બચાવવા પણ ખૂબ જ અઘરા હોવાનું જણાવ્યું હતું. ડો.એસ.એસ. ચેટરજીએ વધુમાં જણાવ્યું હતું કે જામનગર જિલ્લાની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં મોટા ભાગની વ્યવસ્થા આવનારા સમયમાં ટૂંકી પડે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે જેથી હોસ્પિટલ ની જૂની વિંગ ને પણ covid hospital તરીકે કાર્યરત કરવા મથામણ કરવી પડે તેવી સ્થિતિ નિર્માણ પામી રહ્યું છે.તસવીરો: કિંજલ કારસરીયા જામનગર

(10:13 pm IST)