Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

દ્વારકામા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના વાઇરસ સામે રક્ષણ આપતા રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે વિના મૂલ્યે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ

દ્વારકામા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના વાઇરસ સામે રક્ષણ આપતા રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે વિના મૂલ્યે આયુર્વેદિક ઉકાળાનું નિઃશુલ્ક વિતરણ કરવાનું આયોજન કરેલ છે.

હાલ પ્રવર્તમાન કોરોના વાઈરસ સામે રક્ષણ આપતા વિવિધ જડીબુટ્ટીઓ જેમાં દસમૂલ કવાથ, પથીયાદિ કવાથ, કળુ, કળીયાતું, સુઠ પાવડર, લીંડી પીપર, નાગર મુઠ, મામેજી ગાળો, આમળા, તુલસી પાન, અને લીમડા જેવી અનેક આયુર્વેદિક ઔષધિઓથી બનાવેલ ઉકાળાનું શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક વિતરણ કરવાનું આયોજન કરેલ છે.જેમાં આજ રોજ ૪૦ લીટર ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમા સ્વામિનારાયણ મંદિરના મહંત માધવ પ્રસાદ સ્વામી ઉપસ્થિત રહેલ.તેમજ ગામના આગેવાનો અને વેપારી મિત્રો અને શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ ના દરેક સભ્યો ઉપસ્થિત રહેલ. તો જરૂરીયાત મંદ લોકોને આ ઉકાળા વિતરણ નો લાભ લેવા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ ઈશ્વરભાઈ ઝાખરિયાની યાદીમાં જણાવવા માં આવ્યું છે
જેનું વિતરણ દરરોજ સવારે ૮:૦૦ વાગ્યે ત્રણબત્તી ચોક પાસે કરવામા આવશે.

(8:26 pm IST)