Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

જામનગરના પડાણા પાટીયા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માતમાં ડ્રાઇવરનું મોત : ૧ને ઇજા

ક્રેઇનની મદદથી મૃતક અને ઇજાગ્રસ્તને બહાર કાઢવા પડયા

જામનગર : તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત વાહનો તથા મૃતક અને ઇજાગ્રસ્ત નજરે પડે છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૮ : જામનગરના ખંભાળિયા હાઇવે પર પડાણા પાટીયા પાસે મુરલીધર હોટેલ નજીક રાત્રે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાંથી ડ્રાઈવરનું ઘટનાસ્થળ વ જ મોત નીપજયું હતુ અને એની સાથેના એક વ્યકિત ને ઇજા થવાથી બન્ને ને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.  આ અકસ્માતમાં ૫૦ વર્ષના અજાણ્યા વ્યકિત ઉપરાંત તેની સાથેના ઝારખંડના ૨૭ વર્ષીય યુવાન રીસાલત ખલિફાને સિક્કાની ૧૦૮ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળ પર થી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર અકસ્માત થતા ટ્રકમાં ફસાયેલા બન્નેને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.

(1:02 pm IST)
  • મહારાષ્ટ્રમાં કોરોના ગાંડોતૂર બનતા દેશમાં અત્યાર સુધીના રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાયા : એક્ટિવ કેસનો આંકડો 9 લાખને પાર પહોંચ્યો :વધુ 684 દર્દીઓના મોત: રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,26,265 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,29,26,061 થઇ :એક્ટિવ કેસ 9,05,021 થયા વધુ 59,132 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,18,48,905 થયા :વધુ 684 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,66,892 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 59,907 નવા કેસ નોંધાયા access_time 12:51 am IST

  • અપરાધીઓને પાતાળમાંથી પણ ગોતી કાઢશું : જેલભેગા કરી દઈશું : મુખ્તાર અંસારીને યુ.પી.ની જેલમાં ધકેલ્યા પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું બંગાળમાં નિવેદન access_time 11:37 am IST

  • દિલ્હી : ભાજપના વરિષ્ઠ નેતા શ્રી લાલકૃષ્ણ અડવાણીએ આજે AIIMS ખાતે ​​કોવાક્સિન રસીનો બીજો ડોઝ લીધો : તેમણે માર્ચ 9 એ તેમનો પ્રથમ ડોઝ લીધો હતો. access_time 1:26 pm IST