Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

સતત ત્રીજા દિવસે કેસમાં વધારો

દેવભૂમી દ્વારકા જીલ્લામાં કોરોના એકટીવ કેસે સદી કરી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૮:  દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ખુબ જ વ્યાપક રીતે કોરોના પોઝીટીવ કેસો વધતા જતા હોય ગઇકાલે એકિટવ કેસ સદી કરી હતી આંકડો મહીનાઓ પછી ૧૦૦ એ પહોંચ્યો હતો. જો કે તે પછી દર્દીઓ સાજા થતા આંક કરીને ૯૯ થયો છે.

ખંભાળિયાના ભાડથર,મોવાણ, ખંભાળિયા શહેરમાં બે નવા કેસ, દ્વારકા જલારામ સોસાયટીમાં બે, ભોગાત તા. કચ્છમાં એક, મોટી ખોખરી ખંભાળિયામાં એક મોવાણમાં બે કેસ નોંધાયા છે. તો ભાણવડ નવાપરા તથા દેરાફળી ખંભાળિયામાં પણ એક એક કેસ નોંધાયો છે.  ખંભાળિયામાં વેન્ટીલેઇટ તથા ઓકિસજન ફુલ સગવડવાળી ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ગઇકાલે વેન્ટીલેટર તથા ઓકિસજનની જરૂરત હોય તેવા દર્દીઓ ફળ થઇ જતા હવે આવો કેસ આવે તો જામનગર મોકલવા પડે તેવી સ્થિતિ થઇ છે.

(1:02 pm IST)