Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

ચલાલામાં કોરોના વેકસીનેશન કેમ્પ

ચલાલા : લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલ અને ભોજલરામ સહકારી મંડળી ચલાલા દ્વારા કોરોના વેકસીનેશન કેમ્પ યોજાયો હતો. ન.પા.ના મહિલા પ્રમુખ ગીતાબેન કારીયાએ કોરોના વેકસીનેશનનો ડોઝ લીધો હતો અને શહેરીજનોને જેમની ઉંમર ૪૫ થી વધુ હોય તેવા શહેરીજનોએ ફરી મહામુલ્ય જીંદગી અને માનવ જીવ બચાવવા ફરજીયાત વેકસીન ડોઝ લેવા સંદેશો આપી વેકસીનનો ડોઝ લીધા પછી કોઇ પ્રકારની આડઅસર થતી નથી તેમ જણાવેલ હતુ. કેમ્પમાં ૧૩૦ શહેરીજનોએ વેકસીનેશનના ડોઝ લઇ કોરોના સામે સુરક્ષીત બન્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા ભોજલરામ સહકારી મંડળીના પ્રમુખ ગોરધનભાઇ ગેડીયા અને તેમની ટીમે અને લાયન્સ કલબની ટીમે જહેમત ઉઠાવી હતી. કોરોના વેકસીન કેમ્પ યોજાયો તે તસ્વીર.

(1:01 pm IST)
  • પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાનો સિલસિલો યથાવત : બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષની કાર ઉપર હુમલો : જે ગાડીમાં બેઠા હતા તેનો કાચ તૂટ્યો : તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો ઉપર આરોપ access_time 8:45 pm IST

  • ગુજરાતના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ IAS પંકજકુમાર કોરોના સંક્રમિત થયા : યુએન મહેતા હોસ્પિટલમાં કરાયા દાખલ : અધિકારીઓમાં ફેલાયો ફફડાટ access_time 1:22 pm IST

  • કોરોના સંક્રમણની રાજકોટ શહેર - જિલ્લામાં અતિભયજનક સ્થિતિ થતી જાય છે : ગઈકાલે સવારે 8 થી આજે સવારે 8 વાગ્યા સુધીમાં 31 લોકોના સરકારી ચોપડે દુઃખદ મૃત્યુ નોંધાયા : લોકો ફફળી ઉઠ્યા : આજ સવાર સુધીમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 267 બેડ ઉપલબ્ધ access_time 10:10 am IST