Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

સોમનાથમાં યાત્રીકો બંધ થઈ જતા ધંધા રોજગાર બંધ

(દિપક કક્કડ દ્વારા) ફેરીયાઓ, ફોટો ગ્રાફર, રેસ્ટોરન્ટ, ગેસ્ટહાઉસો બંધ જેવી પરીસ્થિતી સોમનાથ યાત્રાધામમાં કોરોનાના ડર ભયના લીધે યાત્રીકો આવતા બંધ થઈ જતા ધંધા રોજગાર બંધ થવા લાગેલછે તેની સાથે સંકળાયેલાહજારો પરીવારો પણ ની હાલત કફોડી થયેલ છે છેલ્લા ત્રણ દિવસથી પવિત્ર યાત્રાધામ યાત્રીકો વિનાનું દેખાય રહેલ છે.

કોરોનાના વધતા જતા કેસો ફરીથી કરફયું લોકડાઉન જેવી સ્થીતી જેથી લોકોમાં ડર ફેલાયેલ છે ત્રણેક દિવસથી સોમનાથમાં યાત્રીકો નહીવત આવી રહયા છે જેથી ટ્રસ્ટ અને ખાનગી ગેસ્ટહાઉસો માં રૂમ બુક થતા નથી રેસ્ટોરન્ટ ગ્રાહકો બંધ થયેલ છે ફોટા ગ્રાફરો, ફેરીયાઓ ધંધા વગરના થઈ ગયેલ છે આખો વિસ્તાર ભેકાર ભાસી રહેલ છે જો આવું માહોલ રહયો તો આ વિસ્તારમાં યાત્રીકો ઉપર નભતા હજારો ધંધા રોજગાર કરતા નાના મોટા વેપારીઓ બેરોજગાર થઈ જશે તેમજ સૌથી વધારે અસર રોજબરોજ નું કમાય ને જીવન ગુજારતાભીક્ષુકો ની હાલત કફોડી થશે તેમજ નોકરી કરતા લોકોને નોકરીએ જવાનો મોટો ભય સતાવી રહેલ છે.

સોમનાથના લીધે પ્રભાસપાટણ શહેર માં પણ અસર થયેલછે દિવસે પણ આવક જાવક ખુબજ ઓછી થવા લાગેલ છે બપોરે તો કરફયું જેવું વાતાવરણ જોવા મળેલ છે.

(12:58 pm IST)
  • મહારાષ્ટ્રમાં કોરોના ગાંડોતૂર બનતા દેશમાં અત્યાર સુધીના રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાયા : એક્ટિવ કેસનો આંકડો 9 લાખને પાર પહોંચ્યો :વધુ 684 દર્દીઓના મોત: રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,26,265 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,29,26,061 થઇ :એક્ટિવ કેસ 9,05,021 થયા વધુ 59,132 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,18,48,905 થયા :વધુ 684 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,66,892 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 59,907 નવા કેસ નોંધાયા access_time 12:51 am IST

  • વધુ એક રાજકીય નેતા કોરોના સંક્રમિત થયા : ભાજપના શ્રી આઈ.કે.જાડેજામો રિપોર્ટ કોરોના પોઝિટિવ : યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાશે access_time 12:50 pm IST

  • બેંક કર્મચારીઓને પ્રાયોરિટી ધોરણે વેકસીન આપો: નાણામંત્રાલયનો આદેશ : તમામ બેંક કર્મચારીઓને અગ્રતા ક્રમના ધોરણે કોરોના વેક્સિન આપવા માટે નાણા મંત્રાલએ ગૃહ અને આરોગ્ય ખાતાને આદેશ આપ્યા છે. access_time 4:14 pm IST