Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

જુનાગઢમાં કર્ફયુની કડક અમલવારી કરાવતુ પોલીસતંત્ર રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૮ : કોરોનાનુ સંક્રમણ વધતા જુનાગઢ સહિત રાજયના ર૦ શહેરોમાં ૩૦ એપ્રિલ સુધી રાત્રીના૮ થી સવારેના ૬ વાગ્યા સુધી કર્ફયુ જાહેર કરવામાં આવતા જુનાગઢના એસ.પી.શ્રી રવિતેજા વાસમ શેટ્ટીની સુચનાથી ડી.વાય.એસ.પી. પ્રદિપસિંહ જાડેજા દ્વારા એડીવીઝન પી.આઇ. આરજી ચૌધરી તથા બીડીવીઝન પી.આઇ. આર.બી.સોલંકી (મેડમ) અને સીડીવીઝનના પી.એસ.આઇ. પી.જે. બોદર, કે.એસ.ડાંગર સહિતના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા મહાનગરના કાળવા ચોક, એમ.જી.રોડ, એસ.ટી.રોડ, ટીંબાવાડી સહિત સમગ્ર શહેરમાં કર્ફયુની કડક અમલવારી કરવામાં આવી હતી. અને વેપારીઓ અને લોકોએ પણ કર્ફયુનો સમય રાત્રે ૮ વાગ્યાથી હોય ત્યારે ૮ વાગ્યા પહેલાજ દુકાનો બંધ કરી સ્વયેશિસ્ત દાખવ્યું હતું અને પોલીસે વહેલી સવાર સુધી પેટ્રોલીંગ કર્યું હતું.

(12:58 pm IST)