Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

ગીર ગઢડામાં ભાજપના સ્થાપના દિનની ઉજવણીમાં માસ્ક નહીં પહેરનારા આગેવાનો સામે પગલા લેવાશે?

કેટલાંક આગેવાનોએ માસ્ક મોઢા ઉપર પહેરવાને બદલે ગળે લટકાવેલ

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૮ :.. ગીર ગઢડામાં ભાજપના સ્થાપના દિનની ઉજવણી દરમિયાન કેટલાંક આગેવાનોએ માસ્ક મોઢા ઉપર પહેરવાને બદલે ગળે લટકાવી તેમજ સોશ્યલ ડીસ્ટન્સનું પાલન નહી કર્યાની ફરીયાદો ઉઠી હતી.

માસ્ક નહીં પહેરનાર તથા સોશ્યલ ડીસ્ટન્સનું પાલન નહીં કરનારા ભાજપના આગેવાનો સામે તંત્રના જવાબદારો દ્વારા પગલા લેવાશે કે કેમ...? તે પ્રશ્ન અંગે સામાન્ય લોકોમાં ચર્ચા ઉઠી છે.

ગીરગઢડામાં ભાજપનાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં કેટલાંક આગેવાનોએ સોશ્યલ ડીસ્ટન્સન ત્થા માસ્ક પહેરવાના નિયમનો ઉલાળીયો કર્યાની ફરીયાદો ઉઠી હતી. ભાજપના કેટલાંક આગેવાનોએ માસ્ક મોઢા ઉપર પહેરવાને  બદલે ગળે લટકાવ્યા હતાં.

ભારતીય જનતા પાર્ર્ટીનો સ્થાપના દિવસની  ગીરગઢડા ગામે ભાજપના આગેવાનોની મીટીંગ યોજાઇ હતી. જેમાં ગીર સોમનાથ જીલ્લા ભાજપ પ્રમુખ માનસીંગભાઇ પરમાર, ડાયાભાઇ જોલોધર, વિશાલભાઇ વોરા તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઇ રૂપાલા વિગેરે આગેવાનો હાજરી આપી હતી. જેમાં ઘણા આગેવાનો કે જેણે સરકારની ગાઇડ લાઇન માસ્ક ન પહેરી ઘણાએ માસ્ક ગળામાં લટકાવેલ સોશ્યલ ડીસ્ટન્સનો પણ ભંગ કરી ઉજવણી કરવામાં લાગ્યા હતાં.

ત્યારે આ નેતાઓને કાયદાનું ભાન કરાવાશે ? તે પ્રશ્ન ચર્ચીત બન્યો છે.

(11:44 am IST)