Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

વઢવાણ ગણપતિ સર્કલ પાસે કાર અચાનક સળગી

વઢવાણઃ શહેરના ગણપતિ ફાટસર વિસ્તારમાં આવેલ રેલ્વે ફાટક પાસેથી પસાર થઈ રહેલ કાર અચાનક સળગી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી જયારે કારચાલક અને કારમાં સવાર તમામ લોકો સમયસુચકતા વાપરી બહાર નીકળી જતાં મોટી જાનહાની ટળી હતી અને આસપાસ લોકોના ટોળાં એકત્ર થઈ ગયા હતાં. અને આ મામલે પાલિકાની ફાયર ફાયટર ટીમને જાણ કરતાં ટીમ સ્થળે પહોંચી કારમાં લાગેલ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથધર્યા હતાં. સદ્દનસીબે મોટી જાનહાની ટળી હતી પરંતુ આગને કારણે કાર બળીને સંપૂર્ણ ખાખ થઈ ગઈ હતી જયારે પ્રાથમિક તપાસમાં શોટસર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકાઓ સેવાઈ રહી છે.

(11:42 am IST)