Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

વઢવાણ પાસે ટ્રકની ટક્કર એકિટવા સવાર મહિલાનું મોતઃ પાછળ બેઠેલા પુત્રને ઈજા, ટ્રક ચાલક ફરાર

સુરેન્દ્રનગર જીલ્લામાં અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે વઢવાણ-લીંબડી રોડ પર શીયાણીપોળ વિસ્તારમાં ટ્રકની અડફેટે મહિલાનું મોત નીપજયું હતું જયારે અન્ય એક વ્યકિતને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો જયારે આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો દ્યટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. વઢવાણ નવા દરવાજા પાસે રહેતાં વહિદાબેન જાકીરભાઈ ભાસ અને તેમનો પુત્ર બાઈક લઈને જઈ રહ્યાં હતાં તે દરમ્યાન  શીયાણી પોળ વિસ્તારમાં અજાણ્યા ટ્રક ચાલકે પોતાની ટ્રક પુરઝડપે  ચલાવી બાઈકને અડફેટે લેતાં સવાર મહિલા વહિદાબેનને ગંભીર ઈજાઓ પહોંચતાં દ્યટના સ્થળે મોત નીપજયું હતું જયારે પુત્રને ઈજાઓ પહોંચતાં હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો. તેમજ અકસ્માત સર્જનાર ટ્રકચાલક ટ્રક મુકી નાસી છુટયો હતો. પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.

(11:42 am IST)