Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

લોધીકા તાલુકા ભાજપ મહામંત્રી દિલીપભાઈ કુગશીયાએ કોરોના વેકસીન લીધી

ખીરસરાઃ લોધીકા તાલુકા ભાજપ મહામંત્રી તાલુકાના કોવિડ-૧૯ના ઈન્ચાર્જ દિલીપભાઈ કુગશીયાએ લીધી કોરોના વેકસીન, ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વેકસીન લેતા તાલુકાના ૪૫ વર્ષના યુવાનોને વેકસીન લેવા સંદેશ આપ્યો હતો. ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા પણ ઉપસ્થિત રહેલ અને વેકસીનેશન કેમ્પની મુલાકાત લીધી હતી.(તસ્વીર-અહેવાલઃ ભીખુપરી ગોસાઈ-ખીરસરા)

(11:39 am IST)
  • હિમાચલ પ્રદેશ નગર નિગમની ચૂંટણીમાં ભાજપને ઝટકો : ચારમાંથી બે શહેરો કોંગ્રેસે કબ્જે કર્યા : પાલમપુરમાં 15 માંથી 11 તથા સોલનમાં 17 માંથી 9 બેઠકો ઉપર કોંગ્રેસ વિજયી : મંડી તથા ધર્મશાળામાં ભગવો લહેરાયો : હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસનો સફાયો કરી નાખવાની ભાજપની મુરાદ બર ન આવી access_time 11:51 am IST

  • મહારાષ્ટ્રમાં કોરોના ગાંડોતૂર બનતા દેશમાં અત્યાર સુધીના રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાયા : એક્ટિવ કેસનો આંકડો 9 લાખને પાર પહોંચ્યો :વધુ 684 દર્દીઓના મોત: રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,26,265 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,29,26,061 થઇ :એક્ટિવ કેસ 9,05,021 થયા વધુ 59,132 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,18,48,905 થયા :વધુ 684 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,66,892 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 59,907 નવા કેસ નોંધાયા access_time 12:51 am IST

  • પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાનો સિલસિલો યથાવત : બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષની કાર ઉપર હુમલો : જે ગાડીમાં બેઠા હતા તેનો કાચ તૂટ્યો : તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો ઉપર આરોપ access_time 8:45 pm IST