Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

સુજલામ સુફલામ યોજનાના ચોથા તબકકાનો ભુરખીયા અને મેથળી ગામે શુભારંભ

દામનગર : લાઠી તાલુકાના ગ્રામ્યમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતને જળ સમૃદ્ઘ રાજય બનાવવાના નિર્ધાર સાથે સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કાનો પ્રારંભ લાઠી તાલુકાના ર્ંભૂરખિયા અને મેથર્ળીં ગામેથી કરાવ્યો હતો. સમગ્ર રાજયમાં આ અભિયાન આગામી તા. ૩૧ મે સુધી હાથ ધરાશે.આ અભિયાન અંતર્ગત જળસંગ્રહના મહત્વના કામોમાં તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમના ડિસીલ્ટીંગ અને રિપેરીંગ, હયાત જળાશયોનું ડિસીલ્ટીંગ, તળાવોના પાળા અને વેસ્ટ વિયરનું મજબૂતીકરણ, નહેરોની સાફસફાઇ, મરામત-જાળવણી તેમજ નદી, વોકળા, કાંસની સાફસફાઇ તથા નદી પૂનઃજીવીત કરવા જેવા વિવિધ કામોનો માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો છે.આ અભિયાન હેઠળ લોકભાગીદારીથી ભૂરખિયા ટ્રસ્ટ તરફ થી તળાવો, ચેકડેમ, જળાશયો ઊંડા કરવામાં આવશે. અભિયાન હેઠળના વિવિધ રોજગારીનું નિર્માણ થશે. ભુરખીયા ગામમાં સુજલામ સુફલામ ખાતમુહૂર્ત અમરેલી જીલ્લામાં પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી મતી કંચનબેન જીતુભાઈ ડેર તેમજ લાઠી તાલુકા પંચાયત ના સદસ્ય ચિરાગભાઈ પરમાર, ડે. એન્જિનિયર કાતરીયા સાહેબ, ભુરખીયા ના સરપંચ જોરૂભાઈ તથા મેથળી ના સરપંચ રામસંગભાઈ તેમજ સમસ્ત ભુરખીયા ગામના આગેવાનો દેવજીભાઈ, ગોપાલભાઈ, વિઠલભાઈ, નરશીભાઈ, જનકભાઈ, લાલજીભાઈ, ભુપતભાઇ તથા સમસ્ત ગ્રામજનો ની હાજરી માં શુભારંભ કરવામાં આવ્યો.

(11:37 am IST)