Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

મોરબી રોડ ઉપર વિજયનગર ગામમાં એક એકર સરકારી જમીન ઉપરનું દબાણ દુર કરતા મામલતદાર

ગામના ખેડૂતે નર્સરી-મકાન-પાણીનો ટાંકો ઉભો કરી જમીન પચાવી પાડી હતી : રૂડાને ર૪ ગામના પાણી પ્રશ્ન માટે આ જમીન કલેકટરે આપી હતી

રાજકોટ તા. ૮ :.. મોરબી રોડ ઉપર આવેલ વિજયનગરમાં સરકારી જમીન ઉપર ઉભુ થઇ ગયેલ દબાણ તાલુકા મામલતદાર શ્રી કથીરીયા સર્કલ ઓફીસર શ્રી દેકીવાડીયા અને સ્ટાફે દુર કરી રૂડાને આ જમીન સુપ્રત કરી હતી.

વિગતો મુજબ જીલ્લા કલેકટર દ્વારા આ જમીન રૂડાને ર૪ ગામોનો પાણી પ્રશ્ન હલ કરવા સર્વે નં. ૧૧૬ પૈકીની ૪ હજાર ચો. મી. જમીન ફાળવાઇ હતી, તેના ઉપર વીજયનગરના રવિરાજ ગઢીયાએ દબાણ કરી નર્સરી ઉભી કરી હતી, અને એક મકાન તથા પાણીનો ટાંકો બનાવી લીધો હતો, આ બાબત ધ્યાને આવતા સીટી પ્રાંત-ર શ્રી ચરણસિંહ ગોહીલની સુચના બાદ મામલતદારે દબાણ ઉપર બુલડોઝર ફેરવી દિધું હતું. આ કામગીરીમાં તલાટી જેસડીયાભાઇ, ઝાલાભાઇ, ભકિતબેન ઓઝા વિગેરે જોડાયા હતાં. રૂડા આ જમીન ઉપર સમ્પ અને પમ્પીંગ સ્ટેશન બનાવનાર છે.

(11:33 am IST)