Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

શ્રી પંચ પરમેશ્વર ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા ઉદાસીન અખાડા ''હરિદ્વાર'' ખાતે સદ્ગુરૂદેવશ્રી ભોલેબાબાજીનો દિવ્ય ભવ્ય ભંડારો યોજાયો

હેલિકોપ્ટરથી બાબાજીના ભંડારા ઉપર પુષ્પોની વર્ષા વરસાવી : રાજકોટના ત્રિશુલ પંપ વાળા દિનેશભાઇ પેઢડીયાનું ભવ્ય આયોજન

વાંકાનેર, તા. ૮ :  હરિદ્વાર મા ચાલતા મહા પૂર્ણ કુંભમેળા મા શ્રી પંચ પરમેશ્વર ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડા ખાતે  ઉદાસીન આચાર્યદેવ ૧૧૦૮ જગતગુરૂ શ્રી ચદ્રં ભગવાન તેમજ પ્રાતઃ સ્મરણીય ૧૦૦૮ સદગુરૂદેવ શ્રી ભોલેબાબાજી ની અસીમ કૃપાથી રાજકોટના ત્રિશુલ પંપ વાળા શ્રી દિનેશભાઇ નાથાભાઈ પેઢડિયા પરિવાર રાજકોટ દ્વારા ગઈકાલે રાત્રીના સદગુરૂદેવ શ્રી ભોલેબાબાજીનો દિવ્ય ભવ્ય ભંડારો શ્રી શ્રી મહંત શ્રી મહેશ્વરાનંદજી મહારાજશ્રી, શ્રી શ્રી મહંત શ્રી રધુમુનિજી મહારાજશ્રી, શ્રી શ્રી મહંત શ્રી દુર્ગાદાસજી મહારાજશ્રી, શ્રી શ્રી મહંત શ્રી અદૈતનદજી મહારાજ શ્રી, તેમજ શ્રી પંચ પરમેશ્વર ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડા ના બધા પૂજ્ય સંતો ની હાજરીમા સદગુરૂદેવ શ્રી ભોલેબાબાજી નો દિવ્ય મહા ભવ્ય ભંડારો હરિદ્વાર ના કુંભમેળા મા યોજાયેલ છે.

શ્રી ગોલા સાહેબ નુ પૂજન , મહા પૂજા, અર્ચદાસ શ્રી દિનેશભાઇ પેઢડિયા, પેઢડિયા પરિવારે ભકિતમયના દિવ્ય માહોલ મા કરેલ હતું , ત્યારબાદ પૂજ્ય સદગુરૂદેવ શ્રી ભોલેબાબાજી નુ ગુરૂપુજન શ્રદ્ધાપૂર્વક કરેલ હતું ભોલેબાબા કી જય ના નારા થી વાતાવરણ દિવ્ય બની ગયેલ હતું , ત્યારબાદ શ્રી ચદ્રં ભગવાન ની મહા આરતી બાદ ભંડારો યોજાયેલ , ભંડારા મા વિશાળ સંખ્યામાં સાધુ , સંતો , મહંતો એ મહા પ્રસાદ લીધેલ હતો બધા મહાત્મા ને ભેટ પૂજા આપેલ હતી , આ દિવ્ય પાવન પુણ્યશાળી અવસરે હેલિકોપ્ટર દ્વારા પુષ્પો વર્ષા કરવામાં આવેલ હતી શ્રી દિનેશભાઇ પેઢડિયા તેમજ પેઢડિયા પરિવાર ને અખાડા ના ચારેય શ્રી શ્રી મહંત શ્રી આવા રૂડા કાર્યક્રમ કરવા બદલ આશીર્વાદ આપેલા હતા.

(11:31 am IST)
  • લગભગ દોઢ મહિના પછી, પૂર્વી લદ્દાખને અડીને LAC પરના તનાવને સંપૂર્ણ રીતે સમાપ્ત કરવા માટે શુક્રવારે ભારત અને ચીનના કોર કમાન્ડરો ફરીથી મળવા જઇ રહ્યા છે. આ બેઠક LAC ની બાજુમાં, ચુસુલમાં, ભારતમાં યોજાશે. લગભગ એક વર્ષથી પૂર્વ લદ્દાખને અડીને LAC પરના તણાવમાં આ અગિયારમો રાઉન્ડ છે. 20 મી ફેબ્રુઆરીએ છેલ્લી બેઠક મળી હતી. access_time 12:25 am IST

  • દેશમાં કોરોનાના કેસમાં ભયંકર ઉછાળો : અત્યાર સુધીના રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાયા : એક્ટિવ કેસનો આંકડો 9 .74 લાખને પાર પહોંચ્યો :વધુ 802 દર્દીઓના મોત: રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,31,787 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,30,57,863 :એક્ટિવ કેસ 9,74,174 થયા વધુ 61,797 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,19,10, 709 થયા :વધુ 802 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,67,694 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 56,286 નવા કેસ નોંધાયા access_time 12:58 am IST

  • દિલ્હી : ભાજપના વરિષ્ઠ નેતા શ્રી લાલકૃષ્ણ અડવાણીએ આજે AIIMS ખાતે ​​કોવાક્સિન રસીનો બીજો ડોઝ લીધો : તેમણે માર્ચ 9 એ તેમનો પ્રથમ ડોઝ લીધો હતો. access_time 1:26 pm IST