Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

૨૫ કેસ થતા ગોમટામાં લોકડાઉન : હામાપુરમાં અનેક કેસ : ભાવનગરમાં ૧ મોત

ગોહિલવાડમાં ૯૦ પોઝિટિવ નોંધાયા : મોરબીના આરોગ્ય અધિકારી ડો. કતીરા, ઇન્ચાર્જ ડીડીઓ જાડેજા સંક્રમિત, નવા ૩૧ કેસ : વિંછીયામાં ૧૬ને કોરોના

બગસરા : તસ્વીરમાં બગસરાના હામાપુરમાં કોરોના ટેસ્ટ કરવામાં આવતા નજરે પડે છે. (તસ્વીર : સમીર વિરાણી, બગસરા)

રાજકોટ તા. ૮ : કોરોના મહામારીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે અને દિવસેને દિવસે કોરોના કેસમાં સતત ઉછાળો આવી રહ્યો છે ત્યારે જુદી જુદી જગ્યાએ સ્વયંભુ લોકડાઉન કરવામાં આવી રહ્યું છે.

જે અંતર્ગત ગોંડલના ગોમટા ગામમાં ૨૫ કેસ આવતા લોકડાઉન કરાયું છે. બગસરાના હામાપુરમાં પણ અનેક કેસ નોંધાયા છે.

જ્યારે ભાવનગરમાં કોરોનાએ એકનો ભોગ લીધો છે.

ગોંડલ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : ગોંડલ શહેરથી ૧૫ કિલોમીટરના અંતરે આવેલ અને છ હજારની વસ્તી ધરાવતા ગોમટા ગામ માં અધધ ૨૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ગામમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનો અને આગેવાનો સાથેની તાકીદની મીટિંગ બોલાવી લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હતું.

ગ્રામ પંચાયત દ્વારા બોલાવવામાં આવેલ તાકિદની મિટિંગમાં સરપંચ જસાભાઈ ઝાપડા, તાલુકા ભાજપ પ્રમુખ યોગેશભાઈ કયાડા, સહકારી મંડળી પ્રમુખ બિપીનભાઈ વાછાણી, પટેલ સમાજ પ્રમુખ પ્રવિણભાઈ વાછાણી, ઉપપ્રમુખ અતુલભાઇ ભાણવડીયા, દૂધ મંડળી પ્રમુખ રમેશભાઇ ઘેટીયા, ઉપસરપંચ પરેશભાઈ ભાણવડીયા અને મેડિકલ ઓફિસર ડોકટર યશપાલસિંહ રાઠોડ સહિતનાઓ હાજર રહ્યા હતા અને ચર્ચા કરાઇ હતી કે ગામમાં છેલ્લા બે દિવસમાં ૨૫ જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાય જવા પામ્યા છે જેના પગલે તાકીદે લોકડાઉન કરવાની ફરજ પડી છે જીવન જરૂરિયાતની દુકાન ખોલવાનો સમય સવારના ૬થી ૯ અને સાંજના ૬ થઈ ૯ જાહેર કરાયો છે. આ તકે માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે જો કોઈ દુકાનદારના પરિવારમાંથી કોરોના કેસ પોઝિટિવ આવે તો દુકાનદારે સદંતર દુકાન બંધ રાખવાની રહેશે બહારગામ આવવા જવા માટે ગ્રામ પંચાયત ની મંજૂરી લેવી પડશે બહારગામથી આવતા ફેરિયાઓ માટે પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે તેમજ મેડિકલ સ્ટોર ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી છે.

બગસરા

(સમીર વિરાણી દ્વારા) બગસરા : હામાપુર ગામે શરદી ઉધરસ ના ૧૦૪ કેસ નોંધાયા જેમાં કેસ કોરોના પોઝિટિવ નોંધાયા( સમીર વિરાણી દ્વારા) હામાપુર માં તા ૭.૪ થી તા ૧૧.૪ સુધી સંપૂર્ણ લોકડાઉન કરેલ છે. બગસરા તાલુકાના હામાપુર ગામે તાવનો વાયરો શરદી ઉધરસ તાવ કરતા આરોગ્યની ટીમ હામાપુર પહોંચી હતી જેમાં બે ધનવન્તરિ રથ મેડિકલ ટીમ સાથે હામાપુર ગામે સવારના ૧૦થી ટેસ્ટિંગ માટે કાર્યરત હતી દિવસના અંતે કુલ ૧૦૪ કેસ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ૫૭ આર ટી પી સી આર તથા ૪૭ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવેલ તેમાં છ કેસો ઉ ૧૮ થી ૬૦ વર્ષ સુધીના અલગ-અલગ ઉંમરના કોરોના પોઝિટિવ મળેલ છે તા ૩૧ ૩ ૨૦ ૨૧ થી તા ૬ .૪. ૨૦ ૨૧ ઉંમરના લઈને અલગ-અલગ બીમારીના કારણે છ મૃત્યુ થયેલ નું જણાવેલ છે હામાપુર ગામે પ્રાન્ત અધિકારી એચ.એમ ઝણકાટ તથા મામલતદાર તલાટી ટીડીઓ એસપી બોદર બગસરા હેલ્થ ઓફિસર ડો. ગોંડલીયા હાજર રહેલ તથા પ્રાંત અધિકારી ઝણકાટ સાહેબના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત હામાપુર ગ્રામ પંચાયત દ્વારા તા૭ ૪ ૨૦ ૨૧ થી તા ૧૧ ૪ ૨૦ સુધી સમય સવારે ૬ થી ૯ કલાક તથા સાંજે ૬ થી ૮ આવશ્યક ચીજવસ્તુ માટે દુકાનો ખુલ્લી રહેશે ત્યારબાદના સમયમાં લોકડાઉન જાહેર કરેલ છે. આ ઉપરાંત ના સમયમાં માસ્ક પહેર્યા વગર કે બહાર નીકળશે તેને દંડ કરવામાં આવશે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર જિલ્લામા વધુ ૯૦ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૭,૪૩૩ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૪૮ પુરૂષ અને ૧૮  સ્ત્રી મળી કુલ ૬૬ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે તાલુકાઓમાં મહુવા તાલુકાના તલગાજરડા ગામ ખાતે ૧, મહુવા ખાતે ૨, મહુવા તાલુકાના બોરડી ગામ ખાતે ૧, સિહોર તાલુકાના ભૂતિયા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના પીથલપુર ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના અમલપર ગામ ખાતે ૩, ભાવનગર તાલુકાના નિરમા કોલોની ખાતે ૧, જેસર તાલુકાના બીલા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ખદરપર ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના તરપલા ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના તગડી ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના તોતણીયાળા ગામ ખાતે ૧, મહુવા તાલુકાના કંટાસર ગામ ખાતે ૧, પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામ ખાતે ૧, ગારીયાધાર ખાતે ૧, સિહોર ખાતે ૧, ભાવનગર તાલુકાના ફરિયાદકા ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના લાકડીયા ગામ ખાતે ૧, તળાજા ખાતે ૧, ભાવનગર તાલુકાના કરદેજ ગામ ખાતે ૧ તેમજ ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૨૪ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે. જયારે ભાવનગર શહેર ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

મોરબી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી :  જીલ્લામાં કોરોના કેસો સતત વધી રહ્યા છે અને સામાન્ય નાગરિકોથી લઈને અધિકારીઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. જેમાં મોરબીના આરોગ્ય અધિકારી ડો જે એમ કતીરા અને ઇન્ચાર્જ ડીડીઓ ડી. ડી. જાડેજાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૯ કેસોમાં ૦૬ ગ્રામ્ય અને ૧૩ શહેરી વિસ્તારમાં, વાંકાનેરના ૦૩ કેસોમાં ૦૧ ગ્રામ્ય અને ૦૨ શહેરી વિસ્તારમાં, હળવદના ૦૫ કેસોમાં ૦૨ ગ્રામ્ય અને ૦૩ શહેરી વિસ્તારમાં, ટંકારા અને માળિયાના ૦૨-૦૨ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૩૧ કેસો નોંધાયા છે તો વધુ ૧૪ દર્દી સ્વસ્થ થયા છે નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૩૮૧૬ થયો છે જેમાં ૨૭૮ એકટીવ કેસ છે અત્યાર સુધીમાં કુલ ૩૩૦૦ દર્દી સ્વસ્થ થયા છે.

વિંછીયા

(પિન્ટુ શાહ દ્વારા) વિંછીયા : વિંછીયા તથા તાલુકામાં વધુ ૧૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં વિંછીયામાં ૯, જનડામાં ૧ અને પીપરડી આલા ખાચરમાં ૬ કોરોના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા હતા. તમામ દર્દીઓમાં તાવ - શરદી - ઉધરસના લક્ષણો હોય તમામને હોમ કોરોન્ટાઇન કરાયા છે. વિંછીયા તથા તાલુકાના ગામડાઓમાં કોરોના કેસ દિવસે - દિવસે વધતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

(10:59 am IST)