Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

ભાવનગરમાં કલાકો સુધી દર્દીઓ જમીન ઉપર પડ્યા રહ્યા...

કોરોના મહામારી વધતા સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બહાર સારવાર માટે રાહ જોવી પડી : સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ

ભાવનગર : તસ્વીરમાં દર્દીઓ હોસ્પિટલમાં બહાર રાહ જોતા નજરે પડે છે. (તસ્વીર-અહેવાલ : મેઘના વિપુલ હિરાણી -ભાવનગર)

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા. ૮: ભાવનગરમાં કોરોના મહામારીએ માથુ ઉચકયુ છે. ત્યારે દર્દીઓના હાલ બેહાલ થયા છે અને કલાકો સુધી દર્દીઓ જમીન ઉપર પડ્યા રહેતા પરિવારજનોમાં ભારે નારાજગી વ્યાપી ગઇ છે. જેનો વિડીયો પણ સોશ્યલ મિડીયામાં વાયરલ થયો છે.

કોરોના વાયરસ વકરી રહ્યો છે. ત્યારે ભાવનગરની સરકારી સર.ટી.હોસ્પિટલમાં દર્દીઓ માટે બેડ ખાલી છે.

છતાં માત્ર વહિવટી ખામીને કારણે હોસ્પિટલની ઓપીડી બહાર દર્દીઓ તેઓ દાખલ કરવામાં આવે તેની રાહ જોતા કલાકો સુધી જમીન પર પડ્યા રહે છે. તેવો વિડીયો વાયરસ થયો છે.

દર્દીઓને વહેલામાં વહેલી તકે સારવાર મળે તેવું આયોજન કરવા માંગ ઉઠી છે.

(10:57 am IST)
  • કુંભમેળામાં જતી હરિયાણાની 17 બસો ઉત્તરાખંડ બોર્ડર પરથી પરત: કોવિડ-19નો રિપોર્ટ નહિ હોવાના કારણે 17 બસોને ઉત્તરાખંડ બોર્ડર પરથી પરત મોકલી દેવાઈ :હરીયાણાના પાણીપતથી હરિદ્વાર માટે રવાના થયેલી 17 બસો ઉત્તરાખંડના બોર્ડર પરથી પરત મોકલનામાં આવી હતી. access_time 12:35 am IST

  • હિમાચલ પ્રદેશ નગર નિગમની ચૂંટણીમાં ભાજપને ઝટકો : ચારમાંથી બે શહેરો કોંગ્રેસે કબ્જે કર્યા : પાલમપુરમાં 15 માંથી 11 તથા સોલનમાં 17 માંથી 9 બેઠકો ઉપર કોંગ્રેસ વિજયી : મંડી તથા ધર્મશાળામાં ભગવો લહેરાયો : હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસનો સફાયો કરી નાખવાની ભાજપની મુરાદ બર ન આવી access_time 11:51 am IST

  • ટી-૨૦ વર્લ્ડકપ ભારતમાં જ યોજાશે : બેકઅપ પ્લાન પણ તૈયારઃ આઇસીસીના વચગાળાના સીઇઓ જ્યોફ એલાર્ડિસે જણાવ્યું હતું કે ભારતમાં ટી-૨૦ વર્લ્ડકપ રાબેતા મુજબ યોજાવવાનો છે અને તેના માટે તેની પાસે બેક-અપ પ્લાન તૈયાર છે. હાલના તબક્કે ટી-૨૦ વર્લ્ડકપ ભારતમાં જ યોજવા આયોજન access_time 12:21 am IST