Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં ધોમધખતો તાપઃ કચ્છના કંડલા-ગાંધીધામમાં કમોસમી વરસાદ

ભુજઃ આજે કચ્છમાં અચાનક હવામાનમાં પલ્ટો આવ્યો છે અને જુદા જુદા વિસ્તારોમાં ગોરંભાયેલા વાતાવરણ સાથે કમોસમી વરસાદ વરસતા આશ્ચર્ય સર્જાર્યુ છે.

કચ્છના ગાંધીધામ, અંજાર, કંડલા સહીતના વિસ્તારોમાં આજે સાંજે ૪ વાગ્યા બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો હતો. જયારે ભુજમાં ગોરંભાયેલ વાતાવરણ સાથે વરસાદ પડે તેવો માહોલ છવાયો છે.

રાજકોટ સહીત સૌરષ્ટ્રભરમાં ધોમધખતા તાપ વચ્ચે કચ્છમાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો છે.

(4:48 pm IST)