Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

વાંકાનેરમાં સેવા ભારતીની અનન્ય સેવા : ગાય માતાને ગોળનું પાણી : જરૂરતમંદ લોકોને અનાજ કીટનું વિતરણ

રાજકોટ : કોરોના મહામારીને પહોંચી વળવા વાંકાનેર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરીત 'સેવા ભારતી' દ્વારા અદ્દભૂત સેવા કાર્ય હાથ ધરવામાં આવેલ છે. વિદ્યા ભારતી શિક્ષણ સંકુલ, ફળેશ્વર મહાદેવ મંદિર દ્વારા જરૂરતમંદ લોકોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. જેમાં ઘઉંનો લોટ, તેલ, મગદાળ, ચોખા, ખાંડ, ચા વગેરે વસ્તુઓ સામેલ કરવામાં આવી છે. વિદ્યાભારતીના વાહન દ્વારા આ વસ્તુઓ જરૂરતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. એટલુ જ નહીં પાંજરાપોળમાં ગાય માતાઓ માટે પણ ગોળનું પાણી પીવડાવવાની વ્યવસ્થા કરાઇ છે. આ સેવા કાર્યો ફળેશ્વર મહાદેવના શ્રી કાનજીબાપુ, વિદ્યાભારતીના લલિતભાઇ મહેતા, જાણીતા વેપારી અગ્રણી જીજ્ઞેશભાઇ કુંઢીયા, ડો. જીજ્ઞેશ દેલવાડીયા, દિપક ગોવાણીના નેતૃત્વ હેઠળ થઇ રહ્યા છે.

(3:58 pm IST)