Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

સુરેન્દ્રનગરમાં ટ્રાફિક બ્રિગેડનાં ૧૦ જવાનો છુટા કરાતા કચવાટ

વઢવાણ,તા.૧૯: સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફીક પી.એસ.આઇ નીઙ્ગ ઙ્ગહેઠળ ટ્રાફિક શાખામાં ટ્રાફિક બ્રિગેડ તરીકે યુવાનો તેમજ બેનો ટ્રાફિક વ્યવસ્થામાં સરળતાના ભાગ સ્વરૂપે ફરજ બજાવી રહ્યા છે ત્યારે હાલમાં દેશમાં કોરોનાવાયરસ ના કારણે નિવૃત્ત્। કર્મચારીઓ પાસે પણ સેવા લેવાની ફરજ સરકારી તંત્ર દ્વારા પાડવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફીક પી.એસ.આઇ દ્વારા ટ્રાફિક બ્રિગેડના ૧૦ જવાનોને ૧૦ દિવસ માટે છૂટા કરાતાં ભારે કચવાટ પ્રસરી રહ્યો છે.

પોલીસ તંત્રની પૂરતી પોસ્ટ ગામમાં કાર્યરત હોવાના કારણે જેઓની જરૂરિયાત ન જણાતા હાલમાં ૧૦ ટ્રાફિક બ્રિગેડ અને દસ દિવસની છુટ્ટી આપી દેવામાં આવી છે જયારે આદર્શ ની રજા પૂર્ણ થયા બાદ બીજા દસ ની રજા પણ આપી દેવામાં આવશે તેઓ હાલમાં જાણકાર વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે ત્યારે હાલમાં શિક્ષિત પણ મધ્યમ વર્ગના અને પરિવારનું ગુજરાન ચલાવતા ટ્રાફિક બ્રિગેડના ૧૦ યુવાનો રજા આપી દેવામાં આવતા ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા છે.

ખાનગી રાહે ટ્રાફિક બ્રિગેડના જવાન દ્વારા જણાવવામાં આવ્યું છે કે જયારે ટ્રાફિકની વ્યવસ્થા જાળવણી કરવાની હોય છે ત્યારે રજા મંજૂર કરવામાં આવતી નથી પ્રસંગોપાત રણ રજા આપવામાં આવતી નથી ત્યારે આ અત્યારે અમારો શું વાંક કહેવાય જયારે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ છે અત્યારે મોટાભાગે ટ્રાફિકની વ્યવસ્થા ટ્રાફિક બ્રિગેડના જવાનો દ્વારા સંભાળવામાં આવે છે ત્યારે દસ ટ્રાફીક બ્રીગેડના યુવાનોને રજા મંજૂર કરવામાં આવતા ભારે કચવાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.

ત્યારે શું આ નિર્ણય ટ્રાફિક બ્રિગેડના વહીવટદારોને પૂછીને કરવામાં આવ્યો છે કે શું કે પછી જિલ્લા પોલીસ અધિક્ષક કે ડી વાય એસ પી કે પછી પી.આઈ સહિતના પોલીસ સ્ટાફની મંજૂરીથી આ નિર્ણય લેવાયો છે. અનેક અટકળો વચ્ચે હાલ તો દસ ટ્રાફીક બ્રીગેડના યુવાનોને દસ દિવસની જાહેર રજા આપી દેવાતા ભારે કચવાટ ફેલાયો છે.

(12:54 pm IST)