Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

બરડા ડુંગરના ૪ સિંહ ૯૦ ચિત્તલ અને ૩૦ સાબરને સેનેટરાઇઝ પાંજરામાં રાખ્યાં

વનખાતા દ્વારા વન્ય જીવોમાં કોરાનાનો ચેપ ન ફેલાય તે માટે તકેદારીના પગલા : વન કર્મીઓ દ્વારા માસ્ક અને હેન્ડગ્લોઝ પહેરીને દેખરેખની કામગીરી

પોરબંદર, તા. ૭ :  બરડા ડુંગરમાં વિહરતા ૪ સિંહ ૯૦ ચિતલ અને ૩૦ સાબરને વન વિભાગે કોરોના સામે સાવચેતી રૂપે સેનેટરાઇઝડ કરેલ પાંજરામાં રાખ્યાં છે બરડા ડુંગરના પ્રાણીઓને ખોરાક સહિત તમામ તકેદારી વન ખાતા દ્વારા રાખવામાં આવી રહી છે.

બરડા ડુંગરના સિંહ ચિતલ અને સાબરને અન્ય પશુઓથી કોરાનાની અસર પહોંચે નહીં તે માટે વન ખાતા દ્વારા સાવચેતી રાખવામાં આવી રહેલ છે. ફોરેસ્ટ અધિકારી જે. જે. પંડયાએ જણાવેલ કે ભારત સરકારના પર્યાવરણ વિભાગની ગાઇડલાઇન મુજબ કોવિન્દ-૧૯ હેઠળ પ્રાણીઓનું રક્ષણ કરવા પ્રયાસો શરૂ કરેલ છે.

બરડા ડુંગરમાં પ્રાણી પશુ અને પક્ષી અભ્યારણમાં કોરાનાનું સંક્રમણ ન ફેલાય તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. પાંજરામાં રાખેલ સિંહ ચિતલ અને સાબરની દેખરેખ રાખનાર વન કર્મચારીઓને માસ્ક હેન્ડ ગ્લોઝ સહિત સુવિધા આપવામાં આવી છે. તેમ ફોરેસ્ટ અધિકારી જે.જે. પંડયાએ વધુમાં જણાવેલ છે. બરડા ડુંગરમાં સિંહના પુનઃ વસવાટ માટે સિંહ અને સિંહણની ૧-૧ જોડી રાખવામાં આવી છે.

(12:53 pm IST)