Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

ચોટીલાના પાંચવડામાં વાહન સામ-સામે આવી જતાં મયુર રબારી પર હુમલો

કુલદીપ, રૂખડ, રત્ના સહિતે કુહાડીથી ઘા કર્યાઃ સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૮: ચોટીલાના પાંચવડા ગામે વાહન સામ-સામે આવી જવા મામલે મયુર કમાભાઇ પરમાર (રબારી) (ઉ.વ.૨૨) પર ગામના જ કુલદીપ રબારી, રૂખડ રામશીભાઇ, રત્ના રામાભાઇ સહિતે કુહાડીથી હુમલો કરી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે ચોટીલા પોલીસને જાણ કરી હતી. મયુરના સગાના કહેવા મુજબ મયુર બાઇક હંકારીને વાડી તરફ જતો હતો ત્યારે કુલદીપનું ટ્રેકટર સામે આવી જતાં બોલાચાલી થયા બાદ મયુર પર હુમલો કરવામાં આવ્યો હતો.

(12:53 pm IST)