Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

વિજપડી પોલીસ સ્ટેશનમાં માનવ અધિકાર કચેરીના સોશ્યલ રીપોર્ટરના નામે શેખી કરનાર મહિલાની ધરપકડ

પોલીસ પર રોફ જમાવવાનું ભારે પડયુઃ ફરજમાં રૂકાવટનો ગુન્હો નોંધાયો

સાવરકુંડલા, તા.૮: વિજપડી પોલીસ સ્ટેશને આવીને માનવ અધિકાર કચેરીની સોશ્યલ રીર્પોટર હોવાની ખોટી ઓળખ આપતી મહિલાને મોખરી પોલીસની લોકઅપમાં બેસવાનો વારો આવ્યો છે.

હાલ વૈશ્વિક મહામારી કોરાનો વાયરસ અનુસંધાને દેશ અને રાજયમાં લોકડાઉન જાહેર કરેલ છે. તેમજ કેન્દ્ર સરકાર તથા રાજય સરકારી દ્રારા જુદાજુદા જાહેરનામાઓ અમલમાં છે. જે જાહેરનામા તથા લોકડાઉન સાર્થક કરવા માટે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નીર્લિપ્ત રાયની કડક સુચના અનુસંધાને એ.એસ.પી.  સુશીલ અગ્રવાલ સાહેબ તથા સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક  કે.જે.ચોધરી માર્ગદર્શન હેઠળ વીજપડી ચેક પોસ્ટ ખાતેથી પોલીસ સબ ઇન્સ.  એ.પી.ડોડીયા તથા પ્રો.પોલીસ ઇન્સ. શ્રી જે.આર.દેસાઇ સાહેબ તથા વિજપડી આઉટ પોસ્ટના ફરજ પરના કર્મચારીઓએ વિજપડી ચેક પોસ્ટ પરથી મહીલા વિલાસબેન વા/ઓ નાથાભાઇ બલદાણીયા રહે. બોરડી તા. મહુવા જી. ભાવનગર વાળી પોતે વિજપડી ચેક પોસ્ટ પર આવીને કહેલ કે, 'હું માનવ અધિકારની કચેરીએથી આવુ છુ. અને સોશીયલ રીપોર્ટર છુ.' તેમ કહી પોલીસ પર દબાણ કરી પોલીસની કાયદેસરની ફરજમાં અવરોઘ્ય ઉભો કરેલ તે દરમ્યાન જાણવા મળેલ કે, ' તેઓ તા. ૬/૦૪/ર૦ર૦ના રોજ પોતે પોલીસ અધિકારી હોવાનો તેમજ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. હોવાનુ કહી ખોટુ નામ ધારણ કરી પબ્લીક પર રોફ જમાવી પ્બ્લીકને માર મારેલ હોવાની હકીકત મળતા તેઓ પાસે કોઇ આઇકાર્ડ માંગતા નહી હોવાનુ જણાવેલ.  કોઇપણ જાતના પાસ પરમીટ વગર જીલ્લા બહારથી અવાર નવાર અવરજવર કરી કેન્દ્ર સરકારશ્રી રાજય સરકારશ્રી તથા કલેકટરશ્રીના કોરોના વાયરસ સંક્રમણના અટકાવવા માટેના પ્રસિધ્ધ થયેલ જાહેરનામાની પોતાને જાણ હોવા છતા  ભંગ કરી કરતા આઇપીસી કલમ-૧૭૦, ૧૮૬, ૨૬૯, ૨૭૦, ૧૮૮ તથા એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭ની કલમ-૩ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૫૧ (એ), (બી) મુજબનો ગુન્હો સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરેલ છે.

આરોપી વિલાસબેન વા/ઓ નાથાભાઇ બલદાણીયા રહે. બોરડી તા.મહુવા જી.ભાવનગર પાસેથી  જી.જેફ૧૪ ડી.જે.૦૩૪૦ (સુઝુકી એકસેસ) કી.રૂ.૨૫૦૦૦ કબ્જે કરેલ છે.

(12:58 pm IST)