Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

જાફરાબાદના ધારાબંદર ગામનાં કોળી સમાજના માછીમારો માટે હર્ષદ ખાતે દ્વારકા એસપી રોહન આનંદ દ્વારા જરૂરી વ્યવસ્થા

રાજુલા : જાફરાબાદ તાલુકાના ધારાબંદર ગામના રહેવાસી અને હાલ હર્ષદ ગામે કોળી સમાજના માછીમારો ધંધા અર્થે અંદાજે ૫૦ જેટલા પરિવારો વસતાં હતાં પરંતુ લોક ડાઉન અને કોરોના વાઈરસ નાં કારણે આ પરિવારો ની સ્થિતિ દયનીય બની હતી અને રાશન તથા જરૂરી ચીજવસ્તુઓ પણ ના હતી ત્યારે આ અંગે કોળી સમાજના આગેવાન પ્રવિણભાઈ બારૈયા ને જાણ થતાં. તેમણે આ અંગે દેવભૂમિ દ્વારકાના જીલ્લા એસ.પી શ્રી રોહન આનંદને ટેલિફોનીક જાણ કરતા. સ્થાનિક પ્રશાસન દ્વારા આ તમામ પરિવારોને જરૂરી રાશન સહિતની જરૂરી સામગ્રી પૂરી પાડવામાં આવી હતી. તેમજ સ્થાનિક ધારાસભ્યશ્રી અંબરીષભાઈ ડેર દ્વારા પણ આ કોળી સમાજના માછીમારો સાથે વાત કરી તેમની મુશ્કેલીઓ અંગે માહિતી મેળવી હતી અને જરૂરી મદદ કરવાની ખાત્રી આપી હતી. આ જરૂરીયાતમંદ લોકો ની મદદ કરવા બદલ કોળી સમાજના યુવા આગેવાન પ્રવિણભાઈ બારૈયા અને અજયભાઈ શિયાળ દ્વારા ટ્વીટરના માધ્યમ થી દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી શ્રી તથા સ્થાનિક પ્રશાસનનો આભાર વ્યકત કર્યો હતો. (તસ્વીર : અહેવાલ : શિવકુમાર રાજગોર-રાજુલા)

(12:50 pm IST)