Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

વેરાવળ સુન્ની મુસ્લિમ જમાત દ્વારા ૩૦૦થી વધુ આર્થિક રીતે નબળા લોકોને અનાજની કીટ

વેરાવળ, તા.૮: સમગ્ર વિશ્વમાં જે કોરોના વાઇરસની મહામારી છે તેમાંથી વેરાવળ શહેર પણ બાકાત નથી. ૨૧ દિવસના લોકડાઉનના ભારત સરકારના હુકમનું દરેક નાગરિક પણ પાલન કરી રહ્યું છે ત્યારે એવા પણ લોકો છે જે રોજ કમાવે છે અને રોજ ખાય છે,

તો આવા આર્થીક રીતે નબળા લોકો માટે ૨૫ કિલો જેટલું કરિયાણું અને જીવન જરૂરિયાત વસ્તુઓએ ૩૦૦ થી વધુ કુટુંબો સુધી સંસ્થાના માધ્યમથી પહોંચાડેલ હતું અને માનવતા મહેકી ઉઠે તેવું ઉમદા કાર્ય કરેલ હતું.

આ સંસ્થાએ લોકકલ્યાણના અનેક કામો જાતિ ધર્મના ભેદભાવ વગર હમેશા કરે છે જયારે પણ કુદરતી આફત હોય કે કોઈપણ જાતની સમસ્યા હોય ત્યારે સંસ્થા માનવ કલ્યાણ માટે મોખરે હોય છે સંસ્થાના પ્રમુખ હાજી અ. મજીદ દિવાનના માર્ગદર્શન સાથે સામાજીક કાર્યકતા અફઝલ પંજા, હાજીભાઈ પત્રકાર, હનીફભાઈ તેમજ યુવાન કાર્યકર્તાઓએ દરેક જરૂરિયાતના ઘર સુધી અનાજની કીટ પહોંચાડીને આ મુશ્કેલીના સમયમાં માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડેલ હતું.

(12:49 pm IST)