Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

પોરબંદરના કાઠીયાવાડી અશ્વફાર્મમાં તમામ અશ્વોને સેનેટરાઇઝ કર્યાઃ ફાર્મ હાઉસ મુલાકાતીઓ માટે બંધ

પોરબંદર તા. ૮ : અહીં માધવાણી કોલેજ પાછળ કાઠીયાવાડી અશ્વ ફાર્મમાં કોરોના વાયરસ સામે તકેદારી માટે તમામ અશ્વોને સેનેટાઇઝ કરવામાં આવ્યા હતા. હાલ અશ્વ ફાર્મમાં કાઠીયાવાડી ઘોડાની ૬ પેઢીનો રેકર્ડ છે. અશ્વ ફાર્મમાં કુલ ૧૯ અશ્વો છે.

ગુજરાત સરકાર દ્વારા પ્રેરિત કાઠીયાવાડી હોર્સ એસોસીએશનની અશ્વ ફાર્મ સ્ટુડ બુકમાં તમામ અશ્વોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. અને માઇક્રો ચીપની મદદથી અશ્વોના લોહી અને વાળનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે.  કાઠીયાવાડી અશ્વ ફાર્મ હાઉસના રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવેલ કે કોરોના સામે રક્ષણ અને તકેદારી માટે અશ્વોને સેનેટાઇઝ કરવામાં આવેલ છે. પશુઓને સેનીટાઇઝ કરવા માટે ડેટોલ અને પોટેશીયમ પર મેગનેટની ગોળી પાણીમાં નાખીને પ્રવાહી બનાવીને અશ્વોને સેનેટાઇઝ કરાય છે.

શહેરમાં જાવરમાં એક ખાનગી ફાર્મ હાઉસમાં રહેલ અશ્વોને સેનેટાઇઝ કરવામાં આવેલ છે.

(12:47 pm IST)