Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

ધ્રાંગધ્રાના સોલડી ગામે ૩૪ બોટલ સાથે ઝડપાયો

કોરોના વાયરસના કહેર વચ્ચે દારૂ ઝડપી પાડતી પોલીસ

વઢવાણ, તા.૮: એક તરફ કોરોના વાયરસની મહામારી ચાલે છે જેથી વડાપ્રધાન દ્વારા લોકડાઉનના આદેશને પાલન કરાવવા છેલ્લા ૧૫ દિવસથી પોલીસ ખડેપગે છે તેવામાં બિમારીના કહેર વચ્ચે ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામેથી એક શખ્સ ને ઇંગ્લિશ દારૂ ની ૩૪ નંગ બોટલ સાથે ઝડપી લેવાયો હતો. છેલ્લા કેટલાક સમયથી દારૂનું વેચાણ થતું હોવાની બૂમરાવ ઉઠવા પામી હતી જેને ધ્યાને લઇ નવનિયુકત એ.એસ.પી શેફાલી બારવાલ તથા પોલીસ સ્ટાફ દિલીપભાઈ, સગાભાઈ સહિતનાઓ પેટ્રોલિંગમાં હતા તેવા સમયે સોલડી ગામે રહેણાંક મકાનમાં દારૂ સંતાડેલો હોવાની હકીકતને આધારે દરોડો કરતા ભરત લક્ષ્મણભાઈ ભરવાડના મકાનમાંથી ૩૪ નંગ ઈંગ્લીશ દારૂની બોટલો કિંમત રૂપિયા ૧૬,૬૦૦ મળી આવી હતી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:18 pm IST)