Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

સરધારમાં કારણ વગર રખડવા નીકળી પડનારા શખ્સો સામે પીએસઆઇ વાઘેલા અને ટીમની ધોંસ

આઉટ પોસ્ટની ટીમનું સતત ચેકીંગઃ અનેક વાહનો ડિટેઇન

રાજકોટ તા. ૮: આજીડેમ પોલીસ મથક હેઠળના સરધાર આઉટ પોસ્ટના ઇન્ચાર્જ પીએસઆઇ ગિરીરાજસિંહ એન. વાઘેલા અને તેમની ટીમ લોકડાઉનનો કડક અમલ કરાવવા રાઉન્ડ ધ કલોક ચેકીંગ કરે છે. તેમજ સરધાર તથા આસપાસના આઉટ પોસ્ટ હેઠળના ગામોમાં સતત પેટ્રોલીંગ કરી લોકોને ઘરમાં જ રહેવા સુચન કરે છે. વાહન ચેકીંગ દરમિયાન કોઇપણ જાતના નક્કર કારણ વગર વાહનો લઇને બહાર નીકળી પડનારા શખ્સો વિરૂધ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવી હતી. ઇન્સેટમાં પીએસઆઇ વાઘેલા અને રસ્તા પર વાહન ચેકીંગમાં ઉભેલી ટીમ જોઇ શકાય છે. તસ્વીર ત્રંબાથી જી. એન. જાદવે મોકલી હતી.

(12:04 pm IST)