Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

વિડ અને ઠાંગા વિસ્તારમાં ખડ માલધારીઓનું ગામ તરફ પ્રયાણ...

ચોટીલામાં ૨૩૦૦ વિઘાના વિડમાં ઢોર ચારવાનું ખડ ખૂંટી ગયુઃ ઉનાળાના પ્રારંભથી જ ઘાસચારાની અસર સર્જાઇ

તા.૮: હાલ ઉનાળાનો પ્રારંભ થઈ ચૂકયો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો ૩૫ સેલ્સિયસ તાપમાન ને વટાવી ચૂકયો છે આમ તો સ્વભાવિક રીતે સુરેન્દ્રનગર જીલ્લાનું તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસની બહાર જ રહેતું હોય છે ત્યારે હાલ ઉનાળાના પ્રારંભે શરૂઆતમાં જ સુરેન્દ્રનગર જીલ્લાનું તાપમાન ૩૫ થી ૪૦ ડીગ્રી સુધીનું છેલ્લા બે દિવસમાં નોંધાયું છે..

ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોનું તાપમાન શહેરના તાપમાન કરતાં પણ વધુ રહે છે છેવાડાના ગામડાઓમાં ઉનાળાની શરૂઆતથી જ પીવાના પાણી ઉપરાંત માલધારીઓને દ્યાસચારાની પણ અછતનો સામનો કરવો પડે છે. સુરેન્દ્રનગર જિલ્લો એ સમગ્ર ગુજરાતમાં સ્વેત ક્રાંતિ દરમિયાન સારો એવો પોતાનું આગવું સ્થાન શ્વેત ક્રાંતિમાં જોડ્યું છે. ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લો દૂધ ઉત્પાદનમાં સમગ્ર ગુજરાતમાં સારું એવું સ્થાન ધરાવે છે..

સુરેન્દ્રનગર જિલ્લાનો છેવાડાનો વિસ્તાર ગણાતા ચોટીલા અને ખાસ કરી આજુબાજુમાં આવેલા ગ્રામ્ય વિસ્તારો જેવા કે રેશમિયા ચોબારી રાજપરા અને અન્ય ગામના રહેવાસીઓને ખાસ કરી ભરવાડ સમાજ અને કોળી સમાજના અને અન્ય સમાજના લોકો દ્વારા ગાયો ભેંસો બકરાઓ રાખીને દૂધનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે આ વિસ્તારમાં માલધારીઓને પોતાના પશુધનને આઠ માસ સુધી તો ચારો અને ખડ મળી રહે છે જયારે બાકીના ઉનાળાના ચાર માસમાં આ માલધારીઓને પોતાના પશુધન સાચવવામાં કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે..

માલધારીઓ ખાસ કરીને ચોમાસા અને શિયાળા દરમિયાન ચોટીલા ની પાસે આવેલ વિડ વિસ્તારમાં ચોમાસાના વરસાદ દરમિયાન ઊગી નીકળેલ ખડ આઠ માસ સુધી વિસ્તારમાં ચાલે છે અને આ માલધારીઓ આ ઊગી નીકળેલ ખડ પોતાના પશુધનને ખવડાવીને આઠ માસ વિસ્તારમાં પોતાના દ્યરબાર છોડી વિડ વિસ્તારમાં પોતાના પશુઓને હારે વસવાટ કરે છે અને આઠ માસ સુધી આ વિસ્તારમાં ઊગી નીકળેલ ચારો પોતાના પશુઓને ખવડાવીને પોતાના પશુઓ નું ભરણપોષણ કરે છે અને પશુઓના દૂધ ની સારી એવી ડેરીમાં ભરીને આવક મેળવે છે..

ત્યારે બાકી રહેલા ઉનાળાના ચાર માસ દરમિયાન આ માલધારીઓ પોતાના પશુધન લઈ અને વિસ્તારમાં ચારો ખુટવાના કારણે પોત પોતાના ગામ તરફ પ્રયાણ કરે છે ત્યારે હાલ ઉનાળાની સીઝન શરૂ થઈ ચૂકી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેવાળા ના ગામ ના માલધારીઓ પોતાના ગામો તરફ પરત ફર્યા છે. ત્યારે હાલમાં ઉનાળાની સીઝન દરમ્યાન માલધારીઓને ગામમાં પણ લીલા ચારા અને પાણીની અછતના પગલે પોતાના પશુધન સાચવવા ખૂબ મુશ્કેલ બન્યા છે. ત્યારે ખાસ કરી  રેશમિયા ગામ ના માલધારીઓ ઉનાળાના પ્રારંભથી ગામમાં પોતાના પશુધન લઇ પરત ફર્યા છે...

ચોટીલા વિડ

ચોટીલા વિડમાં કાઠી દરબારો પોતાની જાગીરમાં મળેલા વીડનુ દ્યાંસ માલધારીઓ ને ચારવા આપે છે જેથી માલધારીઓ ના માલઢોર નુ ગુજરાન ચાલે છે અને દરબારો ને પણ ૫૦/હજાર કે લાખ ની વાર્ષીક આવક થાય છે.. ચોટીલા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને વિડ વિસ્તારમાં રેશમિયા ગામ માં કુલ વિસ્તારનો ૨૩૦૦ વિઘાનો વિડ વિસ્તાર આવેલું છે ખાસ કરીને ચોમાસા દરમ્યાન સારું એવું દ્યાસ થાય છે માલધારીઓને ચારવા માટે આઠ માસ માટે આપવામાં આવે છે..

ખોળના ભાવ ૧૫૦૦ ને પાર...

ચોટીલાના રેશમિયા ગામ માં કુલ ૭૦૦૦ થી વધુ પશુ માલધારીઓ અને ખેડૂતો દવારા પાળવા માં આવી રહા છે અને સારી એવી આવક પણ કરવા માં આવી રહી છે..

ત્યારે કોરોના વાઇરસ ના પગલે હાલ તમામ ચીજ વસ્તુઓ ના ભાવો વધ્યા છે. ત્યારે હાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ખોળના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે કોરોના વાઈરસ અને લોકડાઉનના પહેલા ખોળના ભાવ ૧૧૦૦ હતા અને હાલ ખોળ ના ભાવ ૧૫૫૦ ને પાર બન્યા છે.. ત્યારે ખેડૂતો અને માલધારીઓ ને નુકસાન સહન કરવા નો વારો આવ્યો છે.

(12:01 pm IST)