Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

હવે કચ્છ પોલીસ પીપીઇ સુરક્ષાથી સજ્જ

કોરોનાના દર્દીઓ તેમના રહેણાંક અને કન્વોરેન્ટાઇન કરાયેલા લોકોની નજીક ફરજ બજાવતા અને જાહેર પોઇન્ટ પર ફરજ બજાવતા પ૦૦ પોલીસ જવાનોને અપાઇ પીપીઇ કીટ

 ભુજ તા.૮ : પશ્ચિમ કચ્છ પોલીસના ડીએસપી સૌરભ તોલંબિયા ખૂબ જ રચનાત્મક અભિગમ ધરાવે છે. હાલમાં જ કોરોના સામે રક્ષણ માટે તેમણે પ૦૦ પોલીસ જવાનોને પીપીઇ કીટનું વિતરણ કર્યુ છે. કોરોનાના દર્દીની નજીક ફરજ બજાવતા આવા પોઝીટીવ દર્દીઓના ઘરની આસપાસ ફરજ બજાવતા અને કવોરેન્ટાઇનવાળા દર્દીઓની નજીક ફરજ બજાવતા પોલીસ જવાનો ઉપરાંત જાહેર પોઇન્ટ પર ફરજ બજાવતા પોલીસ જવાનો કોરોનાના જોખમથી બચી શકે એ હેતુસર આ પીપીઇ કીટ તેમને અપાઇ છે.

(11:41 am IST)