Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

હળવદમાં નેપાળથી આવેલા ત્રણ વ્યકિતને હોમ કવોરન્ટાઇન કરાયા

વિદેશથી આવેલા સાત લોકોનો કવોરોન્ટાઇન પિરિયડ થયો

હળવદ,તા.૮: તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા હળવદ શહેરમાં અને ટીકર ગામમાં આવેલા ત્રણ વ્યકિતઓને ચકાસી તેમને હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે જયારે અગાઉ દુબઈ, યુરોપ, લંડનથી આવેલા સાત વ્યકિતઓનો હોમ કવોરોન્ટાઈ પીરીયડ પૂરો થઈ ગયો હોવાનું મળ્યું છે.

દેશભરમાં હાલમા લોકડાઉનની પરિસ્થિતિ છે ત્યારે કેટલા લોકો લોકડાઉન હોવા છતાં અને સરકાર દ્વારા કોરોના વાયરસનું સંક્રમણ અટકે તેના માટે કડક માં કડક કાર્યવાહી કરી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા જાહેર સૂચના આપવામાં આવી છે કે જે વ્યકિત જયાં હોય ત્યાં જ રહે તેમ છતાં કેટલાક વ્યકિતઓ લોકડાઉન વચ્ચે પણ એક ગામથી બીજે ગામ જઈ રહ્યા છે આમ કરવાથી કોરોના વાયરસનું સંક્રમણ વધી શકે એમ છે.

હળવદ આરોગ્ય વિભાગ દ્વારા ત્રણ વ્યકિત ઓને હોમ કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમા હળવદ શહેરમાં બે અને ટીકર ગામ ના એક વ્યકિતને હોમ કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જયારે અગાઉ દુબઈ,યુરોપ અને લંડનથી આવેલા છ વ્યકિતઓને હોમ કવોરોન્ટાઈન કરાયા હતા અને આરોગ્ય વિભાગ દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી હતી જોકે આ વ્યકિતનો હોમ કવોરોન્ટાઈન પીરીયડ પૂરો થઇ ગયો છે જોકે તેઓને કોઇ પણ જાતના કોરોનાના લક્ષણો જોવા મળ્યા ન હોવાનું જાણવા મળે છે.

હાલ કોરોનાની મહામારીને લઈ રાજય સરકાર દ્વારા તમામ લોકોની આરોગ્યની તપાસ કરવા માટેના આદેશો આપવામાં આવ્યા હતા જેથી આણંદમાં પણ લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી છે આ અંગે તાલુકા હેલ્થ ઓફિસર ડોકટર ભાવિન ભટ્ટીએ જણાવ્યું હતું કે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જુદાજુદા બે રાઉન્ડમાં ૧૧૬ ટીમો બનાવી ૧.૭૦લાખ લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી જેમાં કોઇપણ વ્યકિતને કોરોના લક્ષણો દેખાયા ન હતા.(

(11:37 am IST)