Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

માણાવદર સ્વામિ.મંદિરના કોઠારી સ્વામીએ મજુરોને જાતે ફુડ પેકેટ વિતરણ કર્યા

મજુરોના બાળકો ભૂખ્યા છે તે મેસેજની ખરાઇ કરી : વિચરતીજાતિના લોકો તગારા-દાતરડા બનાવી ગુજરાન ચલાવે છે

માણાવદર તા.૮: માણાવદર તાલુકાથી ૧૦ કિ.મી. દુર ઇલાસરી ધાર તરીકે ઓળખાતા ટીકર-કોયલાણા-માણાવદરના ત્રિભેટ વિચરથી જાતી કે જે લુહારો ત્રિકોણીએ ખુલ્લામા રહી તગારા, દાતરડા જેવા સાધનો બનાવી ગુજરાત ચલાવે છે. તે ખુલ્લામાં રહેતા મજુરો પાસે પુરતો ખાવાનો જથ્થો નહોતો છોકરા ભૂખ્યા છે તેવા મેસેજ ફરતા થયા તે ધ્યાને આવતા જ માણાવદર સ્વામીનારાયણ  મંદિરના કોઠારી શ્રી મોહનપ્રસાદદાસજીએ પત્રકારોને સાથે રાખી ખરાઇ કરી ફૂડ પેકેટ વિતરણ કર્યુ હતું.

આ દંગા ઝુપડા તો કોઇ ખુલ્લા મેદાનમા રહે છે અને લુહારી જુનવાણી તગારા જેવા ઓજારો બનાવી વેચી ગુજરાન ચલાવે છે એક ગામથી બીજા ગામ ફરતા રહે છે આ વિચરતી જાતિના લુહારો ખુલ્લા મેદાનમાં રહી કામગીરી કરે છે જે ઝૂપડાઓમા ૫૦ થી વધુ લોકો નાના બાળકો છે હાલ બધુ કામકાજ બંધ છે. કયાંય ગાડામાં જઇ શકે તેમ નથી તેથી હાલ ખાવાની મુશ્કેલી છે.

 એક ટ્રસ્ટ વાળા સાંજે જમવાનુ આપવા આવે છે તે અપુરતુ હોવાનુ જણાવેલ ત્યારે આવા ખુલ્લા મેદાનમાં રહેલાને અનાજ કિટ ફાળવવા માંગ કરાય છે. તંત્ર ધ્યાન નથી આપતા એવુ જણાવે છે.(

(11:36 am IST)