Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

સરધાર ગામે વન વિભાગની જમીનમાં હજ્જારો વૃક્ષનું બાળમરણ

 જસદણ તા. ૮: રાજકોટના સરધાર ગામે વન વિભાગએ પોતાની જમીનમાં લાખો રૂપિયા ખર્ચી ૩૩ હજાર જેટલાં વૃક્ષોનું રોપણ કર્યું હતું જેમાં અંદાજે ૩૩ હજાર જેટલા જુદાં જુદાં સમયે વૃક્ષનું વાવેતર કર્યું હતું પણ હાલમાં આંગળીના વેઢે ગણી શકાય એટલા વૃક્ષો ઊગી રહ્યાં છે બાકીની જમીન કોરી ધાકડ પડી છે ગામ લોકોમાં ચર્ચાતી વિગત મુજબ સરધારથી થોડે દુર વન વિભાગની વિશાળ જમીન પડી છે આ જમીનમાં વનતંત્રએ અનેકવાર વૃક્ષો રોપણ રાજકીય નેતાઓની હાજરીમાં તાયફા ગોઠવી લાખો રૂપિયાનું આંધણ મૂકી કરેલ અને ત્યારબાદ લાખો રૂપિયાનો ખર્ચ કરેલ પણ હાલ જેટલા વૃક્ષોનું રોપણ થયેલ એમાનો એકપણ ટકો વૃક્ષો હયાત નથી જો આ અંગે વન વિભાગના કોઇ નિષ્ઠાવાન ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો કેટલાંય સામેલ લોકોના તપેલાં ચઢી જાય હાલ તો એવી ચર્ચા જાગી છે.

(11:35 am IST)