Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

સો-સો સલામ છે આ SRP જવાનને

નાની દિકરીને પથરીનું ઓપરેશન, વયોવૃધ્ધ પિતા બિમાર પણ દેશ પર આવી પડેલ આફતમાં ફરજ પર અડગ

ભાવનગર, તા.૮:ભરતસિંહ ચૌહાણ કે જે SRP ગ્રુપ - ૯ વડોદરાના છે હાલ જે કોરોના ની મહામારી ચાલે છે. તેમાં રાજકોટ ખડે પગે રાત દિવસ નોકરી કરે છે

ભાવનગરના દેવગાણા ગામ વતનમાં એમના પિતા બીમાર છે. માં-બાપ બંને વયોવૃદ્ઘ છે ૨ ભાઈ ગુજરી ગયાં છે. ઘરની જવાબદારી એમનાં પર છે એની ૩ વર્ષ ની દીકરીને પાંચ પથરી હોવાથી હમણાં જ ઓપરેશન કરાવ્યું અને હાર્ટ માં પણ દીકરીને તકલીફ છે.

આવી પરિસ્થિતિમાં દેશ પર આવી પડેલ આફતમાં પરિવારને છોડી ને રોડ પર તૈનાત છે.(

(11:32 am IST)