Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

ગીર સોમનાથ જિલ્લામાં વિદેશથી આવેલ ૨૦૯ વ્યકિતઓનું કોરોન્ટાઇન પૂર્ણ

એક પણ નવો પોઝીટીવ કેસ નહીં: લોકડાઉનનો ચુસ્ત અમલ

પ્રભાસ પાટણ,તા.૮: ગીર સોમનાથ જિલ્લામાં વિદેશથી આવેલ ૨૦૯ લોકોએ કોરોન્ટાઈન પુર્ણ થયેલ છે.

કોરોના વાયરસ ન ફેલાય તે માટે લોકો દ્યરમાં રહો અને સુરક્ષિત રહો તે માટે સરકારશ્રીએ પ્રયાસો હાથ ધર્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં લોકડાઉનનો ચુસ્તપણે અમલ થઈ રહ્યો છે. જેના પરિણામે ગીર સોમનાથ જિલ્લાના શંકાસ્પદ દર્દીઓનો રિપોર્ટ નેગેટીવ આવેલ છે.

વેરાવળ સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દી અને ખાનગી હોસ્પિટલમાં દાખલ જૂનાગઢ જિલ્લાના દર્દી તેમજ જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં દાખલ ગીર સોમનાથ જિલ્લાના દર્દીનો રિપોર્ટ નેગેટીવ આવેલ છે. આમ ત્રણેય દર્દીના રિપોર્ટ નેગેટીવ આવેલ છે. કલેકટરશ્રી અજયપ્રકાશના માર્ગદર્શનથી સંબધિત તંત્ર દ્રારા થતી કામગીરીના કારણે કોઈ નવો પોઝીટીવ કેસ નોંધાયેલ નથી. તંત્ર દ્વારા થતી કામગીરીને લીધે કોઇ નવો પોઝીટીવ કેસ નોંધાયેલ નથી.(

(12:14 pm IST)