Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

ઉપલેટામાં લોકડાઉનની વધુ કડક અમલવારી લોકો ઘરમાં જ રહી કાયદાનું ચૂસ્તપણે પાલન કરેઃ પી.આઈ. લગારીયા

ઉપલેટા, તા. ૮ :. કોરોના વાયરસે ભારત સહીત સમગ્ર વિશ્વને ભરડામાં લઈ હાહાકાર મચાવી દીધો છે. વિશ્વના સમૃદ્ધ દેશો આ રોગ સામે થાકી ગયા છે. આ ભયંકર રોગની સારવાર કરતા ડોકટર - નર્સ સહિતના તબીબી સ્ટાફ સહીતનાઓ પણ આ રોગની હડફેટે આવી જાય છે આ વૈશ્વિક મહામારીથી બચાવવા સરકાર અથાગ પ્રયત્નો કરી રહી છે.

ઉપરોકત બાબતે લોકોને ઘરમાં જ રહી કાયદાનું ચૂસ્તપણે પાલન કરવાનો અનુરોધ કરતા અહીંના ઈન્ચાર્જ પી.આઈ. વી.એમ. લગારીયાએ જણાવેલ છે કે આ રોગનો દિવસે દિવસે વ્યાપ વધતો જાય છે. પોલીસ પરિવારથી દૂર રહી દિવસ-રાત જોયા વગર પોતાની ફરજ બજાવી રહી છે ત્યારે આવી ગંભીર સ્થિતિને ધ્યાને લઈ આવતીકાલથી કામ વગર કોઈ બહાર ન નિકળે અમો લોકડાઉનની કાર્યવાહી વધુ કડક કરવાના છીએ જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે તેમજ કારણ વગર વાહન લઈને નિકળનારાઓના વાહન ડીટેઈન કરવામાં આવશે અને સોસાયટી મહોલ્લા કે ગલી-નાકાઓ

(12:12 pm IST)