Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

જામનગર : ખેડૂતોનો માલ તેમના ઘેરથી ખરીદી શકાય તેવી વ્યવસ્થા કરવા માંગણી

વિક્રમભાઇ માડમ દ્વારા મુખ્યમંત્રીને પત્ર પાઠવીને રજૂઆત

જામનગર તા.૮ : ખેડૂતોનો માલ તેઓના ઘરેથી જ અથવા વાડી ખેતરમાંથી ખરીદવા વેપારીઓને આદેશ આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવા ધારાસભ્ય વિક્રમભાઇ માડમે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

હાલ ગુજરાતમાં ખેડૂતોએ શિયાળુ મબલખ પાકનું ઉત્પાદન કરેલુ છે. જેમાં ઘઉં, ચણા, બાજરો, ધાણા, જીરૂ, જુવાર, ચોખા, મકાઇ, લસણ તેમજ ડુંગળીનું મોટાપાયે ઉત્પાદન થયુ છે ત્યારે રાજય સરકારે ખેડૂતો એટલે કે જગતના તાતની વહારે આવી આવા થયેલ પાકો સીધા જ વેપારીઓ ગામડે ગામડે જઇને વાડી કે ખેતરેથી ખરીદી કરે તો આ થયેલ પાકના વાહન વ્યવહારની નુકશાની થી ખેડૂતો બચી શકે તેમ છે. કારણ કે જો યાર્ડમાં મોકલવામાં આવશે તો એકી સાથે લાખો ખેડૂતો યાર્ડમાં આવી જશે. જેના લીધે આ ૨૧ દિવસનું લોકડાઉન થયેલ છે. તેનો કોઇ અર્થ રહેશે નહી. કારણ કે, હાલમાં શિયાળુ ઉપજ જેવી કે ધાણા જીરૂ, લસણ, ડુંગળી જેવી વસ્તુઓ લાંબો ટાઇમ રાખવાથી બગડી જતી હોય છે. જેના કારણે લાખો ખેડૂતો ચિંતાતુર થઇ રહ્યા છે. કારણ કે ખેડૂતો પાસે કોલ્ડસ્ટોરેજ હોતા નથી તેમ રજૂઆતમાં વિક્રમભાઇ માડમે જણાવેલ છે.(

(12:09 pm IST)