Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

અમરેલીના ગાવડકા પાસે રીક્ષા ચાલકે બાઇકને ઉલાળતા ભાવેશભાઇ વાઢીયાનું મોત

રાજકોટ તા. ૮ :.. અમરેલીના ગાવડકા ગામ પાસે અજાણ્યા રિક્ષાના ચાલકે બાઇકને ઠોકર મારતા બાઇક સવાર યુવાનનું રાજકોટની સીવીલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયુ છે.

મળતી વિગત મુજબ ગાવડકા ગામમાં રહેતા ભાવેશભાઇ કાનજીભાઇ વાઢીયા (ઉ.૪૦) બે દિવસ પહેલા પોતાનું બાઇક લઇને જતા હતાં. ત્યારે ગામ નજીક કોઇ અજાણી રીક્ષાના ચાલકે બાઇકને ઠોકર મારતા ભાવેશભાઇને માથાના ભાગે ગંભીર ઇજા થતા પ્રથમ અમરેલી બાદ વધુ સારવાર માટે તેને રાજકોટની સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાં ગઇકાલે તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ બનાવ અંગે અમરેલી પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:53 am IST)