Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

ગોંડલમાં શ્રીઝુલેલાલ ભગવાન જન્મજયંતિની ઉજવણીઃ

ગોંડલઃ સિંધી સમાજના ભગવાન શ્રી જુલેલાલ ભગવાનની જન્મ જયંતી પ્રસંગે ગોંડલમાં સિંધી સમાજે ભવ્ય ઉજવણી કરી છે તેમજ સિંધી સમાજની વાડી અને જુલેલાલ ભગવાનનાં મંદિરને શણગારેલ હતું. ચેટીચંદની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ સિંધી સમાજના પ્રમુખ ચુદુભાઇ તન્ના તથા મોહનભાઇ સોનૈયાની આગેવાની હેઠળ સમસ્ત સિંધી સમાજે તેમના કામ ધંધા બંધી રાખી સવારે ભજન-કિર્તન જુલેલાલ ભગવાનની પુજા આરતી કરાઇ હતી બપોરે મહાપ્રસાદ પછી સાંજે સિંધુભવન મંદિરથી એક ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે નિકળી હતી જે શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરતા ઠેક ઠેકાણે નિકળી હતી. જે શહેરનાં મુખ્ય માર્ગો ઉપર ફરતા ઠેક ઠેકાણેથી સ્વાગત કરાયુ હતું.(તસ્વીર-અહેવાલઃ જયસ્વાલ ન્યુઝ ગોંડલ)

(11:34 am IST)